ભારતને ૧૭૮ રનની લીડ મળી, શ્રીલંકા ૨૮૪ રનમાં ઓલઆઉટ; રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં ૩૫૦ વિકેટ પૂરી કરી

તા.૧૭
ગૉલ ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકા પહેલી ઇનિંગ્સમાં ૨૮૪ રન પર ઓલઆઉટ થઈ. આ સાથે જ ભારતને પહેલી ઇનિંગ્સમાં ૧૭૮ રનની લીડ મળી. ભારતે પહેલી ઇનિંગ્સમાં ૪૬૨ રન બનાવ્યા હતા. ખરાબ હવામાનના કારણે અમ્પાયર્સે દિવસની રમત સમયસર પહેલાં પૂરી કરી દીધી. આવતીકાલે ચોથો દિવસ ૯ઃ૪૫ વાગ્યાથી શરૂ થશે. શ્રીલંકા તરફથી સોનલ દિનૂષાએ ૧૦૦ રનની ઇનિંગ્સ રમી. તેણે ૪ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા. તો બીજી તરફ, નિરોશન ડિકવેલાએ ૮૦ રન બનાવ્યા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે ૧૪૬ રનની ભાગીદારી કરી. ટીમ ઈન્ડિયા તરફથી માનવ સુથારે ૪ વિકેટ લીધી. રવીન્દ્ર જાડેજાને ૩ વિકેટ મળી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૩૫૦ વિકેટ પણ પૂરી કરી. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧-૧ વિકેટ લીધી. આ પહેલા ભારતે ટૉસ જીતીને બેટિંગ લીધી હતી. દેવદત્ત પડિકલે ૧૬૭ રનની ઇનિંગ્સ રમી. કેએલ રાહુલે ૮૨ અને ધ્રુવ જુરેલે ૫૧ રન બનાવ્યા.બંને ટીમની પ્લેઇંગ-૧૧ભારત (IND)ઃ યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.શ્રીલંકા (SL)ઃ લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks