નવી દિલ્હી, તા.૧૬
ભારતે જોહાનિસબર્ગમાં કોમનવેલ્થ કુશ્તી ચેમ્પિયનના પ્રથમ દિવસે ગ્રીકો રોમન વર્ગમાં ક્લિન સ્વીપ કરતા ૧૦ સુવર્ણ અને ૧૦ રજત ચંદ્રક પોતાના નામે કર્યા. ભારત તરફથી રાજેન્દ્રકુમાર, મનીષ, વિકાસ, અનિલકુમાર, આદિત્ય, ગુરપ્રિત, હરપ્રીત, સુનીલ, હરદીપ અને નવીને જુદા જુદા વર્ગમાં સુવર્ણચંદ્ર જીત્યા જ્યારે જાનેન્દ્ર, ગૌરવ શર્મા, મનીષ, કુલદીપ મલિક, મનજીત, અમરનાથ, પ્રભપાલ સિંહ, સુમિત અને સોનુએ રજત ચંદ્રક પોતાના નામે કર્યા. રવિવારે ૧૦ વજન વર્ગમાં મહિલા કુશ્તીના મુકાબલા થશે.
Facebook
0
Twitter
0