મથુરા વિવાદ : હિન્દુ ટ્રસ્ટ દ્વારા મસ્જિદના સ્થાનાંતરણ માટે મેવાતમાં જમીન આપવાની ઓફર

મથુરાના લાંબા સમયથી ચાલી રહેલા શાહી ઇદગાહ મસ્જિદ અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ ફલાહારી મહારાજ તરફથી એક નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મસ્જિદના સ્થાનાંતરણ માટેની વાત કરવામાં આવી છે

(એજન્સી) તા.૨૩
મળતી માહિતી મુજબ, ૨૦ ઓગસ્ટના રોજ લખવામાં આવેલા એક પત્રમાં શાહી ઇદગાહ કમિટીને કોર્ટ બહાર સમાધાન કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હેઠળ મુસ્લિમ પક્ષને મેવાતમાં ૨૦ એકર જમીન આપવાની સાથેસાથે ત્યાં નવી મસ્જિદ બનાવવાના નિર્માણનો સંપૂર્ણ ખર્ચ આપવાની પણ વાત કરવામાં આવી છે. ટ્રસ્ટના પ્રમુખનું માનવું છે કે, મેવાતમાં મુસ્લિમ વસ્તી વધુ હોવાથી તે પ્રાર્થના માટે યોગ્ય સ્થળ બની શકે છે અને આ પગલું સામાજિક સૌહાર્દ તથા ભાઈચારો જાળવવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. હિન્દુ પક્ષનું માનવું છે કે, બ્રજ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓ કોઈપણ અડચણ વગર પૂજા કરવા ઈચ્છે છે અને અગાઉના ગેરકાયદે કબજાનો અંત આવવો જોઈએ. આ વિવાદ સંદર્ભે અગાઉ વર્ષ ૧૯૬૮માં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઇદગાહ કમિટી વચ્ચે સમજૂતી થઈ હતી, જેનો ઉલ્લેખ બંને પક્ષો દ્વારા કરવામાં આવે છે. હિન્દુ પ્રતિનિધિઓએ કોર્ટ બહારના ઉકેલ માટે તૈયારી બતાવી છે અને મધ્યસ્થી તરીકે પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની ભૂમિકા સામે પણ વાંધો નથી તેવું જણાવ્યું છે. જો કે, કાનૂની કાર્યવાહી યથાવત્‌ છે અને સુપ્રીમ કોર્ટે અગાઉ બંને પક્ષોને મધ્યસ્થી દ્વારા માર્ગ શોધવા પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે મુસ્લિમ સંગઠનો મસ્જિદની સ્થિતિમાં ફેરફાર કરવાના વિરોધમાં અડગ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks