મધ્ય પ્રદેશમાં ૩૦૦ વર્ષ જૂની દરગાહ રાતોરાત તોડી પાડવામાં આવી

 

આ ઘટના પહેલાં, ખંડવા સિટી મેજિસ્ટ્રેટ અને દરગાહના કાઝી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

 

(એજન્સી) ખંડવા, તા.૧૮
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ૩૦૦ વર્ષ જૂની એક દરગાહને મંગળવાર (૧૭ નવેમ્બર) અને બુધવાર (૧૮ નવેમ્બર)ની વચ્ચેની રાત્રે તોડી પાડવામાં આવી હતી. મુસ્લિમ સમુદાયના સખત વિરોધ છતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ખંડવા સિટી મેજિસ્ટ્રેટ બજરંગ બહાદુર શાહ અને કાઝી સૈયદ નિસાર અલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાના એક દિવસ બાદ, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હઝરત કાસિમ શાહ વલીની દરગાહને તોડી પાડવામાં આવી. મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ૩૦૦ વર્ષ જૂની એક દરગાહને મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે તોડી પાડવામાં આવી હતી, જેમાં મુસ્લિમ સમુદાયે સખત વિરોધ નોંધાવ્યો હતો. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હઝરત કાસિમ શાહ વલીની દરગાહ તોડી પાડવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ માળખું રસ્તા પહોળા કરવાની યોજનામાં અવરોધરૂપ હતું, તેથી તેની દીવાલનો એક ભાગ તોડી પાડવો જરૂરી હતો. કાઝી સૈયદે એવા નકશાઓ અને દસ્તાવેજોની માંગણી કરી જે સાબિત કરે કે આ દીવાલ સરકારી જમીન પર આવેલી છે. જ્યારે મેજિસ્ટ્રેટ શાહે કહ્યું કે આ શહેરના વિકાસ માટે વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરાયેલ ‘માસ્ટર પ્લાન’નો એક ભાગ છે, ત્યારે કાઝી સૈયદે ‘ઈન્દોર નાકા’નો ઉલ્લેખ કરતા પૂછ્યું કે, ત્યાં એક મંદિર આવેલું છે અને તે વિસ્તાર અકસ્માતો માટે સંવેદનશીલ હોવા છતાં, ત્યાં આ નિયમ કેમ લાગુ પડતો નથી ?કાઝીએ કહ્યું, “ત્યાં મંદિર આવેલું હોવાથી કોઈ તોડફોડ કરવામાં આવતી નથી. આ માળખાને એટલા માટે નિશાન બનાવવામાં આવ્યું છે કારણ કે તે એક દરગાહ છે.” તેમણે વધુમાં કહ્યું, “જ્યારે અમે સદ્‌ભાવનાથી જવાબ આપીએ છીએ, ત્યારે તમે અમને ધમકી આપી રહ્યા છો ?”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks