યુદ્ધવિરામની સંભાવના વચ્ચે છેલ્લા ૪૮ કલાકમાં ગાઝામાં ૩૦૦થી વધુ પેલેસ્ટીની નાગરિકોની હત્યા કરતું ઇઝરાયેલ

છેલ્લા બે જ દિવસમાં ૨૬ જેટલા નરસંહારને અંજામ આપ્યાનો ગાઝાના આરોગ્ય વિભાગના સૂત્રોનો ચોંકાવી દેનારો અહેવાલ 

(એજન્સી)                                              ગાઝા, તા.૩
ગાઝામાં યુદ્ધવિરામની શક્યતાઓ વચ્ચે ઇઝરાયેલના દળો દ્વારા નિર્દોષ નાગરિકોનો નિર્મમ નરસંહાર ચાલુ રાખવામાં આવ્યો છે અને છેલ્લા બે દિવસમાં ૨૬ જેટલા ભયાનક જીવલેણ નરસંહાર કરીને ૩૦૦થી વધુ પેલેસ્ટીની નાગરિકોની હત્યા કરી નાખવામાં આવી છે તેમ ગાઝાના મીડિયા અને આરોગ્ય વિભાગના સૂત્રોએ જાહેર કર્યું હતું.  ભૂખ્યા ટળવળતા નાગરિકો જ્યારે અનાજ સહાય કેન્દ્ર પર પહોંચે છે ત્યારે એમને ખૂબ જ બેરહેમીથી ઇઝરાયેલનું લશ્કર મોતને ઘાટ ઉતારી રહ્યું છે. એવા લોકો ઉપર ગુરુવારે સવારથી ૭૩ જેટલા નાગરિકોની ઇઝરાયેલ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને એ પછી સાંજે યુનો અને અમેરિકા સમર્થિત અનાજ સહાય કેન્દ્ર પર એકત્ર થયેલા ૩૩ જેટલા નાગરિકોની હત્યા કરી નાખવામાં આવી હતી. દક્ષિણ પ્રાંતમાં અલમવાસી ખાતેના ફૂડ સહાય કેન્દ્ર પર ૧૩ લોકોની ગોળીઓ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી જ્યારે મુસ્તફા હાફિઝ સ્કૂલ પાસે ઇઝરાયેલી લશ્કરના ગોળીબારમાં વિસ્થાપિત થયેલા ૧૧થી વધુ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી અને એટલી જ સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ રીતે બે દિવસમાં ઇઝરાયેલ દ્વારા ૨૬ હત્યાકાંડો આચરવામાં આવ્યા હોવાનો ખૂબ જ હૃદયદ્રાવક અહેવાલ ગાઝાના આરોગ્ય અને મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. પાયાની અન્નની જરૂરિયાતો પૂરી કરવા માટે કલાકો સુધી હજારો લોકો કતારમાં ઊભા રહે છે અને કોઈપણ જાતની મુશ્કેલી વિના ઇઝરાયેલના લશ્કર દ્વારા એમના પર એટલે કે આ ભૂખ્યા લોકો પર જે અનાજનો પુરવઠો લેવા આવ્યા છે એમના પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે તેમ તેમ અલ જઝીરા ચેનલના પ્રવક્તા અબુ અજમે જણાવ્યું હતું. જીવંત કારતુસો અને દારૂગોળાનો ઉપયોગ કરીને નિર્દોષ લોકોનો હત્યાકાંડ આચરવામાં આવી રહ્યો છે તેવું અરેબિક ચેનલના પત્રકારો કહી રહ્યા છે. એટલે માનવતાવાદી સહાય માટેના આ તમામ કેન્દ્રો મોતના અડ્ડા સમાન બનીને રહી ગયા છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks