યુપી : મુઝફ્ફરનગરમાં દલિત કિશોરને માર મારવા અને જાતિવાદી અપશબ્દો બોલવા બદલ પાંચ લોકોની ધરપકડ

મુઝફ્ફરનગરના બધાઈ કાલા ગામમાં પાંચ પુરૂષો દ્વારા ૧૯ વર્ષીય દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો અને જાતિવાદી અપશબ્દો બોલવામાં આવ્યા હતા. પીડિતની ફરિયાદ બાદ પોલીસે બીએનએસ અને એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે

(એજન્સી)
મુઝફ્ફરનગર, તા.૧૫ 
પોલીસે જણાવ્યું હતું કે, અહીંના એક ગામમાં પાંચ લોકોએ એક દલિત કિશોરને માર માર્યો હતો અને તેના પર જાતિવાદી ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુઝફ્ફરનગર જિલ્લાના બધાઈ કાલા ગામના પાંચ લોકો સામે દુકાનમાંથી સામાન ખરીદવા જતા ૧૯ વર્ષીય ગુલ્લુને માર મારવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તે એક દુકાન તરફ જઈ રહ્યો હતો ત્યારે આઝાદ, અંકુર, નીતિન, દીપક અને સૌરભે તેને ગાળો આપવાનું શરૂ કર્યું. જ્યારે તેણે તેમનો વિરોધ કર્યો, ત્યારે તેઓએ તેને માર માર્યો હતો અને તેના પર જાતિવાદી ટિપ્પણીઓ કરી હતી. ચર્થવાલના એસએચઓ જસવીર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમની સામે બીએનએસ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts