(એજન્સી) જયપુર, તા.૧
રાજસ્થાનના સીકર જિલ્લામાંથી પોલીસના જઘન્ય કૃત્યની એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ખંડેલા પોલીસકર્મીઓ દ્વારા ૧૩ વર્ષના દલિત છોકરાને કથિત રીતે અટકાયતમાં લેવામાં આવ્યો હતો, માર મારવામાં આવ્યો હતો અને પેશાબ પીવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ વ્યાપક આક્રોશ ફેલાવ્યો છે, સગીર પરિવાર અને સ્થાનિક સમુદાયે સીકરમાં પોલીસ અધિક્ષક (એસપી) ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપી પોલીસ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સ્થાનિક રહેવાસી અને પરિવારના પ્રતિનિધિ બલબીર ભારતીયના જણાવ્યાં અનુસાર, ખંડેલા પોલીસે સગીર છોકરાને ૨૧ ઓકટોબરની રાત્રે ચોરીના આરોપમાં બળજબરીથી કસ્ટડીમાં લીધો હતો. છોકરાને પોલીસ ચોકી માં અટકાયતમાં લેવામાં આવ્યો હતો, જ્યાં અધિકારીઓએ કથિત રીતે તેનું ગંભીર શારીરિક શોષણ કર્યું હતું.
Facebook
0
Twitter
0