રાજસ્થાનમાં હેવાનિયતે હદ વટાવી, દલિત મહિલા પર કુહાડીથી હુમલોથયો : પ્રાઈવેટ ભાગ કાપી નાખવામાં આવ્યો, તેણીની હાલત ગંભીર

રાજસ્થાનના ચુરૂ જિલ્લામાં હેવાનિયતની હદ વટાવતી એક ઘટના સામે આવી હતી, અહીંના ભાલેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત પરિણીત મહિલા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ છે, હત્યાના ઈરાદાથી આરોપીઓએ ઘરમાં સૂતેલી મહિલા પર કુહાડી વડે તેના ચહેરા, છાતી અને બંને હાથ પર હુમલો કર્યો હતો, હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, આ હુમલામાં મહિલાના પ્રાઈવેટ પાર્ટને ખરાબ રીતે નુકસાન થયું હતું

(એજન્સી) ચુરૂ, તા.૨૯
ઇજાગ્રસ્ત મહિલાને મધ્યરાત્રિએ ચુરૂ જિલ્લા મુખ્યાલયની સરકારી જિલ્લા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લોહી વહેતી હાલતમાં લાવવામાં આવી હતી. અહીં તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેની ગંભીર હાલતને જોતા તેને હાયર સેન્ટર જયપુરમાં મેકલવામાં આવી હતી. મહિલાની હાલત જોઈને પોલીસ અને મેડિકલ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. પોલીસે આરોપીની શોધ કરવાનુ શરૂ કર્યું છે.
આરોપીઓએ અડધી રાત્રે ઘરમાં ઘૂસીને હોબાળો મચાવ્યો :
ઘાયલ મહિલાના ભાઈ વિનોદે જણાવ્યું કે, તેની બહેન સંજુ મેઘવાલના લગ્ન ૨૦૧૨માં સત્યુનના એક યુવક સાથે થયા હતા. તેને ૨ દીકરીઓ પણ છે. સંજુ મેઘવાલના પતિ મજૂરીએ વિદેશ ગયા છે. આથી તે છેલ્લા સાત-આઠ મહિનાથી પેહરમાં ભાલેરી સ્થિત પોતાના ઘરમાં રહે છે. શનિવારે રાત્રે લગભગ ૨.૩૦ વાગે ભાલેરીના રહેવાસી ભજનલાલ સૈની સંજુના ઘરમાં તેને મારી નાખવાના ઈરાદે ઘૂસ્યો હતો. તેણે ઘરમાં સૂતેલા સંજુ પર કુહાડી વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
સંજુની હાલત જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો :
આરોપીઓએ સંજુ પર કુહાડી વડે હુમલો કરી તેના ચહેરા, છાતી, બંને હાથ અને જાંઘ પર હુમલો કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં પરિવારજનો જાગી ગયા હતા. તેઓ સંજુની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તરત જ પોલીસને જાણ કરી. ભાલેરી પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં સંજુને લોહી નીકળતી હાલતમાં ચુરૂની સરકારી ભરતિયા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
ત્યાં તેને પ્રાથમિક સારવાર આપી જયપુરના હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. સંજુની હાલત નાજુક છે. ભજનલાલે સંજુ પર શા માટે હુમલો કર્યો, તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, તેના ભાઈ વિનોદે જણાવ્યું કે, ભજનલાલને રૂા.૬૦ હજારની લેવડ-દેવડને લઈને તેમની સામે નારાજગી હતી. સંજુ હોશમાં આવ્યા બાદ જ આરોપીઓએ આ હુમલો શા માટે કર્યો, તે કારણો બહાર આવશે. જો કે, ભાલેરી પોલીસ આરોપી ભજનલાલને શોધી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks