રોહિંગ્યા મુસ્લિમોને લઈ જતી બોટઈન્ડોનેશિયાના અશે રાજ્ય પાસે ડૂબી ગઈ

(એજન્સી) તા.૨૧
ડઝનેક રોહિંગ્યા મુસ્લિમોને લઇ જતી એક બોટ બુધવારે ઇન્ડોનેશિયાના ઉત્તરી દરિયાકાંઠે ઉથલી પડી હતી. આ માહિતી સ્થાનિક માછીમારોએ આપી હતી જેમણે બોટમાં સવાર છ લોકોને બચાવ્યા. બચાવાયેલા લોકોએ જણાવ્યું કે બોટમાં અન્ય લોકો પણ હતા. મૃતકોની સંખ્યા અંગેની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ નથી. માછીમારોએ જણાવ્યું કે, જે ચાર મહિલાઓ અને બે પુરૂષોને બચાવી લેવામાં આવ્યા તેઓને સમતીગા સબજિલ્લામાં અસ્થાયી આશ્રયસ્થાનમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આચે રાજ્યમાં કુઆલા બુબોનથી લગભગ ૨૫ કિમી દૂર શરણાર્થીઓને લઈ જતી બોટ ઉથલી પડી. આચે બરાત જિલ્લાના આદિવાસી માછીમારી સમુદાયના નેતા અમીરૂદ્દીને જણાવ્યું કે બચાવ કરાયેલા લોકોએ જાણ કરી હતી કે બોટ પૂર્વ તરફ જઈ રહી હતી જ્યારે તે લીક થવા લાગી હતી અને પછી જોરદાર પ્રવાહ તેને આચેની પશ્ચિમ તરફ ધકેલી ગયો હતો. બચાવી લેવામાં આવેલા છ લોકોએ જણાવ્યું હતું કે અન્ય લોકો ડૂબી ગયેલી બોટ પર જીવંત રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. મ્યાનમારમાં બળવાખોરી વિરૂદ્ધ સેનાના અભિયાનને પગલે લગભગ ૭,૪૦,૦૦૦ રોહિંગ્યા દેશ છોડીને બાંગ્લાદેશમાં શરણ લઈ ચૂક્યા છે. હજારો લોકો બાંગ્લાદેશના ભીડભાડવાળા કેમ્પમાંથી પડોશી દેશોમાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં નવેમ્બરથી શરણાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે તેણે આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે અપીલ કરવી પડી હતી. આચે પહોંચેલા રોહિંગ્યાને સાથી મુસ્લિમો તરફથી પ્રતિકૂળ વર્તનનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે લગભગ ૪,૫૦૦ રોહિંગ્યા મ્યાનમાર અને પડોશી બાંગ્લાદેશના શરણાર્થી શિબિરોમાંથી બોટ દ્વારા ભાગી ગયા હતા. તેમાંથી બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકો હતા. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના જણાવ્યા અનુસાર ગયા વર્ષે, બંગાળની ખાડી અને આંદામાન દરિયાને પાર કરતી વખતે ૫૬૯ રોહિંગ્યા મૃત્યુ પામ્યા છે અથવા ગુમ થયા છે. ૨૦૧૪ પછી આશ્રય માટે ભાગતી વખતે સમુદાયમાં મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks