લેબેનોનના પૂર્વ વડાપ્રધાન રફીક હરિરીની હત્યાના કેસમાં સંડોવાયેલા હિઝબુલ્લાહના ત્રણ સભ્યોને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરાયા

 

(એજન્સી)                           તા.૧૯

ફેબ્રુઆરી ૧૪, ર૦૦પના રોજ લેબેનોનના પૂર્વ વડાપ્રધાન રફીક હરિરીની હત્યામાં સંડોવાયેલા હિઝબુલ્લાહના ચારમાંથી ત્રણ સભ્યોને ગેરહાજર રહેવા માટેના ચુકાદામાં તમામ આરોપો પર નિર્દોધ જાહેર કરી દેવાયા છે. હુસૈન હસ્સબ ઓનેસી, અસદ હસ્સન સાબરા અને હસન હબીબ મેરહીને નિર્દોધ છોડી દેવાયા હતા અને તેમના ઉપર લગાવાયેલા તમામ આરોપોમાંથી તેમને મુક્ત કરી દેવાયા હતા. કારણ કે ટ્રાયલ ચેમ્બર વાજબી શંકા સિવાય તેમનો દોષ સાબિત કરી શકી ન હતી. આ દરમ્યાન સલીમ જમીલ અય્યાશ પાંચ આરોપોમાં દોષિત ઠેરાવાયો હતો. જેમાં રફીક હરીરી અને અન્ય ર૧ વ્યક્તિઓની વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરી હેતુસર હત્યા કરાયાનો પણ સમાવેશ થાય છે. આજના ચુકાદામાં સજાની સમય મર્યાદાનો સમાવેશ નથી. જેની અપેક્ષા છે કે તે આગામી સુનાવણીમાં સંભળાવવામાં આવશે. હરીરીની હત્યા ૧૪ ફેબ્રઆરી ર૦૦પના રોજ થઈ હતી. જ્યારે એક મિત્સુબિશી ગાડીમાં ૧,૮૦૦ કિ.ગ્રામ ટીએનટી વિસ્ફોટકો સંતાયેલા હતા જે હરીરીની ગાડીની બાજુમાં વિસ્ફોટ કરવામાં વપરાયેલા હતા. આ વિસ્ફોટથી રર લોકોનાં મોત થયા હતા જેમાં હરીરી સહિત તેમના અંગરક્ષકો અને તે સમયના નાણામંત્રી બસ્સેલ ફલેઈહાનનો પણ સમાવેશ થાય છે. પીડિતોના સંબંધીઓ જેમાં હરીરીના પુત્ર સાદ અને ફલેઈહાન પરિવારના પ્રતિનિધિનું સમાવેશ થાય છે. તેઓએ હેગની કોર્ટમાં હાજર રહી ચુકાદો સાંભળ્યો હતો. ચુકાદાની જાહેરાત કરાયા અગાઉ ટ્રિબ્યુનલ જજે કોર્ટને કહ્યું કે રફીક હરીરીની હત્યાના મામલાની તપાસમાં સીરિયાની સરકાર અને હિઝબુલ્લાહ નેતૃત્વની સીધી સંડોવણીનો કોઈ પુરાવો પ્રાપ્ત થયો નથી. જો કે બંનેના હેતુ સ્પષ્ટ હતા. અદાલતે તેના બદલે ટેલિફોન રેકોર્ડસ ટાંક્યા, જેમાં સંડોવાયેલા ચારે વ્યક્તિઓ વિરૂદ્ધ પુરાવા રૂપે હત્યા અગાઉના એક કલાક પહેલા ૩૩ કોલ કરાયા  હોવાની બાબત વાજબી શંકા સિવાય તેમનો દોષ સાબિત કરી શકી ન હતી કે ચારેયમાંથી ત્રણ કાવતરામાં સંડોવાયેલા હતા અને તેમને કાવતરા વિશે અગાઉથી જાણ હતી. જો કે ચુકાદો ૭ ઓગસ્ટે જાહેર કરાવવાનો હતો પણ યુએન સમર્થિત ટ્રિબ્યુનલે તેને ૪ ઓગસ્ટે લેબેનોનના પાટનગર બૈરૂતમાં થયેલા વિસ્ફોટના કારણે વિલંબિત કરી દીધું હતું. આ કેસ વિશે તપાસ લેબેનોન ક્રિમિનલ કાયદામાં ૧પ વર્ષથી ચાલી રહી છે અને આની પાછળ ૧ બિલિયન ડોલર ખર્ચાઈ ગયા છે. આ દરમ્યાન હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલ હસન નસરૂલ્લાહે કહ્યું કે અમારા માટે આ ચુકાદો ક્યારેય આપવામાં આવ્યું નથી તે સમાન છે. જો અમારા ભાઈઓને અન્યાય થશે જેવી અમને અપેક્ષા છે, તો અમે તેમની નિર્દોષતા જાળવી રાખીશું.

 

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks