વિલિયમ્સન ન્યુઝીલેન્ડ તરફથી હાઈએસ્ટ સદી બનાવનાર બેટ્‌સમેન

ઓકલેન્ડ, તા.ર૩
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમનો કપ્તાન કેન વિલિયમ્સન ન્યુઝીલેન્ડ તરફથી ટેસ્ટ મેચોમાં હાઈએસ્ટ સદી ફટકારનાર બેટ્‌સમેન બની ગયો છે તેણે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં ૧૮મી સદી ફટકારી આ સિદ્ધિ મેળવી છે. આ રીતે તેણે માર્ટિન ક્રો અને રોસ ટેલરને પાછળ પાડી દીધા જેમના નામે ટેસ્ટ મેચોમાં ૧૭-૧૭ સદી છે. પોતાની ૬૪મી ટેસ્ટ રમી રહેલા વિલિયમ્સને અત્યારસુધી પ૧.૧૧ની સરેરાશથી પ૩૧૬ રન બનાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડના ક્રિકેટ ઈતિહાસમાં અત્યારસુધી કોઈપણ બેટ્‌સમેન ર૦ સદી સુધી પહોંચી શક્યો નથી.
અગાઉ ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૫૮ રનમાં ઓલઆઉટ થયા બાદ પ્રથમ દિવસની રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૫ રન કરી લીધા હતા. ગઇકાલના સ્કોરથી આગળ રમતા આજે બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે તેના પ્રથમ દાવમાં ચાર વિકેટે ૨૨૯ રન બનાવ્યા હતા. રમત બંધ રહી ત્યારે નિકોલસ ૪૯ અને વેટલિંગ ૧૭ રન સાથે રમતમાં હતા. આજે મોટાભાગે વરસાદના કારણે રમત બગડી હતી. ન્યુઝીલેન્ડ હવે ઇંગ્લેન્ડ ઉપર ૧૭૧ રનની લીડ ધરાવે છે અને તેની છ વિકેટ હાથમાં છે. જો આ ટેસ્ટ મેચમાં વરસાદ વિલન નહીં બને તો યજમાન ન્યુઝીલેન્ડની જીત નિશ્ચિત દેખાઈ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks