શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા શીખ આંદોલનકારીઓની હત્યાના હૃદયદ્રાવક અને આઘાતજનક દ્રશ્યોએ ૧૯૮૪ના શીખ નરસંહારની યાદ અપાવી દીધી
(એજન્સી) લંડન તા.૧૬
ફરીદકોટ જિલ્લામાં બરગાડી ગામમાં શીખોના પવિત્ર ગ્રંથ અથવા તો શીખોના જીવંત ગુરુ શ્રી ગુરુગ્રંથ સાહિબના અપમાનના પગલે ૧૦,૦૦૦ જેટલા શીખોએ સોમવારથી જ કોટકપુરા ટાઉનમાં પોતાના ડેરા તંબુ તાણી દીધા હતા અને આંદોલનકારી શીખોએ દાગરુ ગામે મોગા-ફિરોઝપુર નેશનલ હાઇવે અને સામલસર તેમજ રોડે ગામોમાં મોગા કોટકપુર હાઇવે પર ચક્કાજામ કર્યા હતા. આંદોલનકારી શીખોની માગણી હતી કે શ્રી ગુરુગ્રંથ સાહિબજીના ૧૦૦થી વધુ પાનાઓ ફાડીને બરગાડી ગામમાં ઠેરઠેર ફેકી દેવા માટે જવાબદાર તત્વોની ધરપકડ કરવામાં આવે. તાજેતરમાં ગુરમિત રામ રહીમ સિંઘને આપવામાં આવેલી માફી અને ગુરુ ગ્રંથ સાહિબજીને અપમાનિત કરવામાં તેમના ટેકેદારોની સંડોવણીના મામલે ઉહાપોહ વચ્ચે વિરોધ અને દેખાવો શરુ થયા હતા.અલબત તેમણે આ અંગે કોઇ કનેક્શન હોવાનો ભારપૂર્વક ઇનકાર કર્યો હતો.
આજે સવારે આઘાતજનક દ્રશ્યોમાં પંજાબ પોલીસે શાંતિપૂર્ણ દેખાવ કરી રહેલા શીખ આંદોલનકારીઓ જ્યારે કોટકપુરામાં જ્યારે સવારની પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે પંજાબ પોલીસે તેના પર જીવલેણ બળનો ઉપયોગ કર્યો હતો.પોલીસે શરુઆતમાં શાંતિપૂર્ણ દેખાવકારો પર લાઠીઓ વિંઝીને ત્રાટકી હતી અને ત્યાર બાદ દેખાવકારોને વિખેરવા માટે પોલીસે પાણીના ધોધનો (વોટર કેનન)નો ઉપયોગ કર્યો હતો.
પાછળથી પોલીસે જીવતા દારુગોળા સાથે ગોળીબાર કર્યો હતો અને કેટલાક નિઃશસ્ત્ર શીખ દેખાવકારો ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા અને ડઝનબંધ દેખાવકારો ઘવાયા હતા.માર્યા ગયેલા બે દેખાવકારોમાં નિમીવાલા ગામના ૪૫ વર્ષના કિશન સિંહ અને સારાવાન નામના ૨૦ વર્ષના ગુરમિત સિંહનો સમાવેશ થતો હતો.પોલીસ દ્વારા દમનના ભયજનક અને હૃદયદ્રાવક દ્રશ્યોમાં સેંકડો શીખો જ્યારે એકત્ર થઇને વિરોધ કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે તેમને ઘસડવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.આ દ્રશ્યો પરથી બધાને ૧૯૮૪ની યાદ આવી ગઇ હતી અને શીખોની જીંદગી અને પોલીસ જંગાલિયત પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસિનતાના સંદર્ભમાં દ્રશ્યો એવુ યાદ આપાવતા હતા કે ૧૯૮૪ બાદ સ્થિતિમાં ભાગ્યેજ કોઇ સુધારો કે પરીવર્તન થયુ છે.
નુકસાન પૂર્તતાની કવાયતરુપે પંજાબના મુખ્ય પ્રધઘાન પ્રકાશ સિંહ બાદલે ધાર્મિક ગ્રંથના અપમાન કરવાની ઘટના અને તેના પછી થયેલી ઘટનાઓમાં તપાસ કરવા હાઇકોર્ટના જ દ્વારા અદાલતી તપાસનો આદેશ આપ્યો છે.આ ઉપરાંત આ ઘાતકી કૃત્યો કરનારાઓને દાખલો બેસે એવી સજા કરવાની ખાતરી આપી છે.નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંઘ બાદલે ધર્મદ્રોહનું કૃત્ય કરનાર અંગે બાતમી આપનાર વ્યક્તિને રુ.૧ કરોડનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. યુકેના શીખ ફેડરેશનના અધ્યક્ષ અમરીક સિંહે જણાવ્યુ હતુ કે અમે પંજાબમાં આજે શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા નિઃશસ્ત્ર આંદોલનકારીની હત્યાને વખોડી કાઢીેએ છીએ.