સંયુક્ત રાષ્ટ્ર (UN) સમર્થિત નિષ્ણાતોએ ઈરાન પરના હુમલાઓમાં અમેરિકા દ્વારા સંભવિત યુદ્ધ અપરાધો આચરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો

 

સોમવાર, ૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં, એક ધર્મગુરૂ ‘શજરહ તૈયેબેહ’ (Shajareh Tayyebeh) શાળાના ક્ષતિગ્રસ્ત પરિસરમાં તસવીર લઈ રહ્યા છે. ૨૮ ફેબ્રુઆરીએ થયેલા અમેરિકી હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં આ સ્થળ હવે શોક અને સ્મારકનું કેન્દ્ર બની ગયું છે

 

(એજન્સી) જિનીવા, તા.૧૭
સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ માનવાધિકાર સંસ્થા દ્વારા નિયુક્ત માનવાધિકાર નિષ્ણાતોનું કહેવું છે કે, તેમને એ માનવા માટેના ‘વાજબી કારણો’ મળ્યા છે કે અમેરિકાએ ઈરાનમાં બે હુમલાઓ દરમિયાન યુદ્ધ અપરાધો આચર્યા હતા; જેમાં દક્ષિણના શહેર મિનાબમાં આવેલી એક શાળા પરના હુમલાનો પણ સમાવેશ થાય છે.
ઈરાન અંગેના આંતરરાષ્ટ્રીય તથ્ય-શોધક મિશન (fact-finding mission)નું કહેવું છે કે, તેમના તારણો મુખ્યત્વે બે હવાઈ હુમલાઓ પર કેન્દ્રિત છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૧૭૮ નાગરિકો માર્યા ગયા હતા.
ફેબ્રુઆરીમાં ઈરાન વિરૂદ્ધ અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધની શરૂઆતમાં, અમેરિકાનું ઓછામાં ઓછું એક મિસાઈલ મિનાબની ‘શજરહ તૈયેબેહ’ શાળા પર પડ્યું હતું. આ ઘટનામાં શું થયું હતું તેનો કોઈ અંતિમ અધિકૃત અહેવાલ બહાર આવ્યો નથી. ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે, આ હુમલામાં ૧૬૮ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના બાળકો હતા. તથ્ય-શોધક ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ, મિશનને એ માનવા માટેના વાજબી કારણો મળ્યા છે કે, અમેરિકાએ આડેધડ હુમલા કરીને યુદ્ધ અપરાધ આચર્યો છે; જેના પરિણામે નાગરિકોના જીવ ગયા, તેઓ ઘાયલ થયા અથવા નાગરિક સંપત્તિને નુકસાન થયું.’ટ્રમ્પ વહીવટીતંત્રે હજુ સુધી આ શાળા પરના બોમ્બમારા માટે સીધો દોષ સ્વીકાર્યો નથી કે પેન્ટાગોનની તપાસના તારણો જાહેર કર્યા નથી.
ેંદ્ગ-સમર્થિત ટીમે બે હુમલાઓ અંગે યુદ્ધ અપરાધોના આરોપોનો ઉલ્લેખ કર્યો છે-એક હુમલો ‘સ્પષ્ટપણે ઓળખી શકાય તેવી’ શાળા પર ટોમાહોક મિસાઈલો દ્વારા કરવામાં આવ્યો હતો, અને બીજો હવાઈ હુમલો ૨૮ ફેબ્રુઆરીએ જ દક્ષિણના શહેર લેમર્ડમાં થયો હતો, જેમાં પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઈલોએ ‘સ્પષ્ટપણે ઓળખી શકાય તેવા સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સ અને રહેણાંક વિસ્તાર’ પર ટંગસ્ટન પેલેટ્‌સ (નાના ટુકડાઓ)નો મારો ચલાવ્યો હતો.
ેંદ્ગ-સમર્થિત ટીમે જણાવ્યું હતું કે, આ ઘટનાઓમાં ૨૨ નાગરિક પુરુષો અને મહિલાઓ માર્યા ગયા હતા. યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડે લેમર્ડ પરના હુમલાની જવાબદારીનો ઇન્કાર કર્યો છે. ટીમે એમ પણ જણાવ્યું હતું કે, ઈરાનમાં સરકારી સુરક્ષા દળો દ્વારા ‘ભારે મોટા પાયે’ હત્યાઓ કરવામાં આવી હતી અને ઈરાની સરકાર પર માનવતા વિરૂદ્ધના ગુનાઓ આચરવાનો આરોપ મૂક્યો હતો.તેણે કહ્યું કે, નાગરિકો ‘પોતાની સરકાર દ્વારા આચરવામાં આવતા માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘનો અને માનવતા વિરૂદ્ધના ગુનાઓ’ તથા ‘અમેરિકા અને ઈઝરાયેલ સાથેદેશના ઘાતક સંઘર્ષ’ વચ્ચે ફસાયેલા હતા. બાંગ્લાદેશના કાયદાશાસ્ત્રી સારા હુસૈનના અધ્યક્ષપદ હેઠળની ઈરાન અંગેની તથ્ય-શોધક સમિતિ સ્વતંત્ર નિષ્ણાતોની બનેલી છે અને તેની રચના ૨૦૨૨માં સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકારો અંગેની સર્વોચ્ચ સંસ્થા ‘હ્યુમન રાઈટ્‌સ કાઉન્સિલ’ દ્વારા કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks