(એજન્સી) ત્રિપોલી, તા. ૧૬
સશસ્ત્ર જૂથોની અથડામણમાં ૨૦નાં મોત થયાં છે. લીબિયન રાજધાનીમાં એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. લીબિયાના એકમાત્ર કાર્યરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાલી રહેલી વંશીય અથડામણને કારણે સોમવાર સુધીમાં ૨૦ લોકોનાં મોતની ખબર છે. અધિકારીઓએ કહ્યું કે ત્યાંની એક જેલમાં તેમના સાથીઓને છોડાવવાના પ્રયાસના ભાગરૂપે લશ્કરી હુમલો કરવામાં આવ્યો હતો. રાજધાની ત્રિપોલીની પૂર્વ ભાગોળે આવેલા પૂર્વ મિલિટરી બેઝ મિટિગા એરપોર્ટને ખાલી કરી દેવામાં આવ્યું હતું. બન્ને જૂથો વચ્ચે અથડામણ સર્જાતાં રોડને બંધ કરી દેવામાં આવ્યો હતો. લીબિયાની યુએન સમર્થિત ગવર્નમેન્ટ ઓફ નેશનલ એકોર્ડના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ૨૦ લોકો માર્યાં ગયા છે. તથા ૬૩ ઘાયલ થયાં છે. તેમાંના ત્રણ અતિ ગંભીર હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું હતું. એક ચોક્કસ યોજના, પ્રોગ્રામ બનાવવો પડશે. એક ચોક્કસ પ્રકારનું બજેટ બહાર પાડવું પડશે અને સ્ટીયરિંગ કમિટી જમીન, લોકો તથા બિલ્ડીંગને બચાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે તેવી અમને આશા છે. પેલેસ્ટીની વડાપ્રધાન રામી હમદલ્લાહે કહ્યું કે જેરૂસલેમના દરજ્જામાં હસ્તક્ષેપ કરવાથી શાંતિ પ્રણાલીમાં કોઈ હેતુ સર નહીં થાય પરંતુ તેનાથી તેની ઉપેક્ષા થશે.મિટીગા સિવિલિયન એરપોર્ટ રહ્યું છે. ૨૦૧૧ના બળવા બાદ આ દેશ તબાહ થઈ ગયો છે. લીબિયામાં ઘણા લાંબા સમયથી તાનાશાહ રહેલા મોહમ્મદ ગદ્દાફીને ઠાર મારવામાં આવ્યાં હતા જે પછી અહિં હિંસા વકરી હતી જેમાં ઘણા લોકો માર્યાં ગયાં હતા. જીએનએને વફાદાર દળ પર હુમલો કરવામાં આવ્યાં બાદ એરપોર્ટને બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો જેને પરિણામે તેને બંધ કરી દેવાની ફરજ પડી હતી. એક જેલમાં તેમના સાથીઓને છોડાવવાના પ્રયાસના ભાગરૂપે લશ્કરી હુમલો કરવામાં આવ્યો હતો.