‘સાઇરનના અવાજો, ઘરેથી કામ કરવું અને ઊંઘ પૂરીથતી નથી’ : ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયો ચિંતાતુર છે

(એજન્સી) તા.૧પ
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ઈઝરાયેલમાં કામ કરતા ભારતીયોને ચેતવણી આપવામાં આવી છે. શનિવારની રાત્રે, ઇરાને ઇઝરાયેલી પ્રદેશ પર ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યા પછી, આ ભારતીયો સતત જાગતા રહ્યા હતા જેથી સત્તાવાળાઓ તરફથી આપવામાં આવતી કોઈપણ ચેતવણીઓ તેઓ જાણી શકે. આશરે ૧૮,૦૦૦ ભારતીયો કેરગીવર્સ અને કૃષિ કામદારો, ઇઝરાયેલમાં કામ કરી રહ્યા છે. આ વર્ષે માર્ચમાં, કૃષિ વિઝા પર આવેલા કેરળના એક વ્યક્તિનું ઉત્તર ઇઝરાયેલમાં હિઝબુલ્લા રોકેટથી મૃત્યુ થયું હતું. તે ખેતરમાં કામ કરી રહ્યો હતો. રવિવારે તેલ અવીવમાં સંભાળ રાખનારની નોકરી કરતાં અને કેરળના વતની કે જોસેફે કહ્યું કે, અહીં જીવન સામાન્ય છે, પરંતુ ઈરાનના હુમલાના ખતરાને પગલે દરેક લોકો એલર્ટ પર છે. અમે મિસાઇલ હુમલા વિશે ચેતવણી આપતા સાયરન સાંભળીએ છીએ અને અમને આશ્રયસ્થાનોમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. રાત્રે, આ હુમલાઓ થયા હતા, પરંતુ આયર્ન ડોમ (ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ)એ તેમને અટકાવ્યા હતા. તેમણે કહ્યું કે શાળાઓ બંધ છે અને કંપનીઓ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી રહી છે. દિલીપબાબુ નામના ભારતીય એગ્રીકલ્ચરલ વિઝા પર ત્યાં ગયા છે, તેમણે કહ્યું કે હુમલા બાદ તેમણે ચિંતામાં રાત વિતાવી હતી. છેલ્લી રાત્રે, અમને ઊંઘ આવી ન હતી. અમે બધા હવાઈ હુમલાને લઈને ચિંતિત હતા. રાત્રે ૨.૩૦ વાગ્યે હુમલો થયો અને અમે બધા જાગૃત રહ્યા હતા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાના સંપર્કમાં રહ્યા અને સુરક્ષાની ચિંતાઓ શેર કરી હતી. લેબેનોનની સરહદે આવેલા વિસ્તારોમાં કામ કરતા લોકો પણ બેચેન છે. પરંતુ બધાને ઈઝરાયેલ સુરક્ષા વ્યવસ્થા અને આયર્ન ડોમમાં વિશ્વાસ છે. ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે મિસાઈલોને આયર્ન ડોમ દ્વારા અટકાવવામાં આવી રહી છે. આ વર્ષે માર્ચમાં ખેતરમાં કામ કરતાં એક કેરળના યુવાનનું મૃત્યુ થયું હતું એ પછી, ઉત્તર ઇઝરાયેલના ખેતરોમાં કામ કરતા ભારતીય કૃષિ કામદારો દેશના આંતરિક ભાગમાં સ્થળાંતર થયા છે, જો કે અન્ય ઘણા સરહદી વિસ્તારોમાં પણ રહે છે. આશ્રયસ્થાનોમાં કામ કરતાં સંભાળ રાખનારાઓથી વિપરીત, કૃષિ કામદારો આવા હુમલાઓ માટે વધુ સંવેદનશીલ હોય છે. તેઓએ કહ્યું કે, અમે જ્યાં નોકરીએ છીએ તે ખેતરોમાં સલામતીની ખાતરી કરવી પડશે. અમારા મોટાભાગના લોકો આવા હુમલાઓ માટે ટેવાયેલા છે, જેને આયર્ન ડોમ દ્વારા અટકાવવામાં આવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts