
(એજન્સી) તેહરાન, તા.૧૩
કેનેડાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ ખુલાસો કર્યો કે દમાસ્કસમાં ઈરાની વાણિજ્યવાસના કોન્સ્યુલર વિભાગ પર તાજેતરમાં ઈઝરાયેલના હુમલા દરમિયાન દેશના દૂતાવાસને નુકસાન થયું છે. કેનેડિયન દૂતાવાસની ઇમારતની કેટલીક બારીઓ પણ તૂટી ગઈ અને અધિકારીઓ હજુ સુધી માળખાકીય નુકસાનનું મૂલ્યાંકન કરી શક્યા નથી. નજીકના ઈરાની કોન્સ્યુલેટને નષ્ટ કરનાર વિસ્ફોટથી નજીકના માળખાના પાયામાં જોરદાર આંચકો લાગ્યો હશે. સમાચાર મુજબ કેનેડાના સરકારી અધિકારીઓએ દમાસ્કસમાં દેશના વાણિજ્યવાસના થયેલા નુકસાન અંગે મૌન સેવ્યું છે અને તેના વિશે કોઈ જાહેર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે. બીજી તરફ કેનેડાના વિદેશ મંત્રાલયે પણ એવા પ્રશ્નોના જવાબ આપવાનો ઇન્કાર કર્યો છે કે, શું ઈરાની દૂતાવાસ પરના હુમલા અંગે ઈઝરાયેલના શાસને ઓટાવાને અગાઉથી ચેતવણી આપી હતી કે પછી ઈઝરાયેલ કેનેડા સાથે તપાસ કરશે કે કેમ તે સુનિશ્ચિત કરશે કે આવું ન થાય. હવાઈ હુમલા સમયે સ્થળ પર હતા. સીરિયામાં વિદેશી સમર્થિત બળવાને પગલે કેનેડિયન એમ્બેસીએ ૨૦૧૨માં કામગીરી બંધ કરી દીધી હતી, પરંતુ ઈમારત કેનેડિયન સંપત્તિ જ રહે છે અને રાજદ્વારીઓ અને અન્ય કર્મચારીઓ દૂતાવાસ બંધ થયા પછી અનેક પ્રસંગોએ સીરિયામાં પ્રવેશ્યા છે. ઈઝરાયેલી શાસને ૧ એપ્રિલના રોજ ઈરાની રાજદ્વારી મિશનને નિશાન બનાવ્યું હતું, જેમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશન ગાડ્ર્સ કોર્પ્સના બે વરિષ્ઠ સભ્યો સહિત સીરિયાના ૭ ઈરાની લશ્કરી સલાહકારોની હત્યા થઈ હતી. સીરિયામાં ઈરાનના રાજદ્વારી હુસૈન અકબરીએ જણાવ્યું કે, ઈઝરાયેલના હ્લ-૩૫ વિમાને ઈમારત પર છ મિસાઈલો છોડી હતી. ઝાઓનિસ્ટ શાસનના આતંકવાદી કૃત્ય બાદ વિશ્વના ઘણા દેશોએ રાજદ્વારી મિશન પરના હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદા અને વિયેના સંમેલનોના ઉલ્લંઘન તરીકે સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા. ઈરાને પણ યોગ્ય સમયે હુમલાનો બદલો લેવાનું વચન આપ્યું છે.