હાથરસ ગેંગરેપ બાદ : ચાર વર્ષ પછી ભૂલ ગઢીમાં ચૂંટણીનો ખાસ કાંઈ અર્થ નથી

(એજન્સી) તા.૫
એક દલિત કિશોરીના ગેંગરેપ અને મૃત્યુના ચાર વર્ષ પછી રાષ્ટ્રની ચેતનાને હચમચાવી દીધી હતી, ભૂલ ગઢી એ વિસરાયેલું ગામ છે, ઉપેક્ષામાં ડૂબી ગયું છે અને મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે છે, ચૂંટણીઓ રોજિંદા જીવનની અસ્વસ્થ શાંતિમાં માત્ર એક દૂરનો પડઘો છે. ૧૯-વર્ષીય મહિલાની ૨૦૨૦ની ઘટના, કે જેના પર ગામમાં ઉચ્ચ જાતિના પુરૂષો દ્વારા કથિત રીતે નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને બે અઠવાડિયા પછી તેનું દિલ્હીની હોસ્પિટલમાં મૃત્યુ યહયું હતું, એ ઠાકુર અને એસસી સમુદાય વચ્ચે ગામમાં વધુ વૈમનસ્ય પેદા કરી દીધું છે. રસ્તાની કોઈ યોગ્ય સુવિધાના અભાવે વિખૂટું પડી ગયેલ લોકોને માઈલો સુધી ચાલીને જવું પડે છે એવું ભૂલગઢી, – જેનું નામ વ્યંગાત્મક રીતે ભુલાઈ ગયેલા કિલ્લો છે – એક નાનું ગામ છે, તેમાં મુખ્યત્વે ઉચ્ચ જાતિના ઠાકુરોના ૯૦ પરિવારો અને ચાર દલિત પરિવારો વસે છે. ચાર દલિત પરિવારો, જે મોટે ભાગે ગામમાં ઉચ્ચ જાતિના ઘરોમાં કામ કરે છે, અત્યારે પણ તેમના ઘરોમાં કામ કરી રહ્યાં છે. તેઓ ગામની સીમમાં આવેલી દલિત ‘બસ્તી’માં ઝૂંપડીઓમાં રહે છે. અપરાધનો આરોપ મુકવામાં આવેલ ચાર ઉચ્ચ જાતિના માણસોમાંથી ત્રણ ઘરે પરત ફર્યા હોવાથી ગામમાં અશાંતિમાં વધારો થયો છે. પીડિતાનો પરિવાર વધારે બોલતો નથી અને સીસીટીવી તેમની હિલચાલ પર નજર રાખે છે. પરંતુ તેમની વચ્ચે ઘણું સામ્ય છે. ચાર વર્ષ પહેલાંની દુર્ઘટનાનો ઓછાયો ભૂલ ગઢીના રહેવાસીઓ હજુય ઝળૂંબી રહ્યો છે પરંતુ જીવન હવે જીવનની તાતી ચિંતાઓ તરફ પાછું ફર્યું છે જેમ કે વધતી કિંમતો, બેરોજગારી અને અસ્તિત્વ માટેના સંઘર્ષ. યુવતીના મૃત્યુ પછી તેના પરિવારની સંમતિ વિના પોલીસ દ્વારા તાત્કાલિક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો, જેનાથી લોકોના આક્રોશ અને ન્યાયની માંગને વધુ વેગ મળ્યો હતો. પરંતુ વિરોધના તે અવાજો હવે શમી ગયા છે છે. એક સમયે ગામ તરફ સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચનારી આ ક્રૂર ઘટના હવે લગભગ વિસરાઈ ગઈ છે. તેના ઘરની બહાર દલિત બસ્તીમાં એક મહિલાએ ગટરના પાણીમાં ઊભા ઊભા કહ્યું કે, ‘અમને ઘર આપવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તેનો માત્ર એક હપ્તો મળ્યો હતો અને તમે જોઈ શકો છો કે અહીં સ્વચ્છતાના પ્રશ્નો ખૂબ જ ગંભીર છે.’ તેણીની મુશ્કેલીઓ ત્યાં સમાપ્ત થતી નથી. તેણીએ નામ ન આપવાની શરતે કહ્યું, “મારો પુત્ર ૩૦ વર્ષનો છે, પણ નોકરી વિના. હું ઇચ્છું છું કે આ નર્કાગારથી દૂર તેના અને તેના પરિવારના માથા પર યોગ્ય છત હોય.’ ઠાકુર સમુદાયનો વિસ્તાર સારો છે પરંતુ માત્ર નજીવો છે. સ્થાનિક રહેવાસી ઉમા શંકર ઠાકુર ઉમેર્યું “અમારી પાસે વધુ સારૂં ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ સ્વચ્છતા એક સમસ્યા છે. રસ્તાઓ તૂટેલા છે પરંતુ તેને ઉકેલી શકાય છે. ભુલ ગઢી હાથરસ સંસદીય મતવિસ્તારમાં આવે છે – ૭ મેના રોજ ચૂંટણી આડે માત્ર થોડા દિવસો બાકી છે, પરંતુ ખાસ કાંઈ આશા નથી કે પરિસ્થિતિ સુધરશે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અવાજો બેહતર આવતીકાલની આકાંક્ષાઓ સાથે ગુંજી ઉઠે છે પણ પ્રગતિના પૈડા ધીમે ધીમે ફરે છે. તેમની રાજકીય પસંદગીઓ તેઓ જે સમાજમાં રહે છે તેટલી જ ધ્રુવીકૃત છે. ઠાકુર વિસ્તારના મોટાભાગના ગ્રામવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ ભાજપને મત આપશે, જે મુખ્યત્વે હિન્દુત્વ અને રામ મંદિરના નિર્માણ દ્વારા સંચાલિત છે, જ્યારે દલિત બસ્તીના લોકો બસપાને વફાદાર રહેશે.
ઉત્તરપ્રદેશના મહેસૂલ મંત્રી અનૂપ બાલ્મિકી આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર છે. તેમના મુખ્ય વિરોધી સમાજવાદી પાર્ટીના જસવીર વાલ્મિકી છે. વર્તમાન સાંસદ રાજવીર દિલેરનું તાજેતરમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. ૨૦૦૯ સિવાય ભાજપ ૧૯૯૧થી હાથરસમાં જીતી રહ્યું છે. દલિતો અને ઠાકુરો મતવિસ્તારમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે અને ત્યારબાદ બ્રાહ્મણો આવે છે.
શંકરે કહ્યું કે તેઓ ફરીથી ભાજપને મત આપશે. ૨૦૨૦ની દુર્ઘટના ભૂતકાળ બની ગઈ છે અને હવે આગળ વધવાની જરૂર છે, તેમણે કહ્યું કે, લોકો બે પ્રકારના નેતાઓ વચ્ચે વહેંચાઈ ગયા છે એક કે જે નોકરીઓ લાવી શકે અને ફુગાવાને કાબૂમાં રાખી શકે અને બીજા પ્રકારના નેતા જે ધર્મના એજન્ડાને આગળ કરી રહ્યાં છે.
ગામની બહાર જ જમીન ધરાવતા શંકરે કહ્યું “ભાજપ હિંદુત્વને પ્રોત્સાહન આપી રહી છે અને રામમંદિરનું નિર્માણ કરી રહી છે. ‘આસ્થા બહુત ઝરૂરી હૈ હમારે લિયે (વિશ્વાસ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે).’ જેમ જેમ રાજકીય વાતાવરણ તોળાઈ રહેલી ચૂંટણીઓને લઈને ગરમ થઈ રહ્યું છે, તે સ્પષ્ટ છે કે ભૂતકાળના ઘા વર્તમાનની ગંભીર વાસ્તવિકતાઓ સામે ગૌણ છે. આરોપી માણસોના પાછા ફરવાથી ઉચાટ વ્યાપી ગયો છે પરંતુ દલિતોમાં બદલો લેવા કરતાં જીવતા રહેવું વધારે મહત્વનું છે. દલિત બસ્તીના અન્ય રહેવાસીએ કહ્યું કે, ‘અમે શું કરી શકીએ છીએ ? તેઓ પાછા આવ્યા છે અને આપણે તેની સાથે જીવવું પડશે. અમારૂં જીવન હંમેશા મુશ્કેલ રહ્યું છે. અમે દરરોજ પસાર થવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.’ ઠાકુર સમુદાયના ઘણા લોકો માને છે કે આરોપીઓ નિર્દોષ છે અને તેઓ પોલીસની મોટી “ગેરસમજ અને ગેરવહીવટ”નો ભોગ બન્યા હતાં. રાજકારણીઓ તરફથી ઘણા વચનો હતા અને તેઓ પણ ગ્રામીણ જીવનના પૃષ્ઠભૂમિ ઘોંઘાટમાં ઝાંખા પડી ગયા છે. દલિત કિશોરના સંબંધીએ કહ્યું. ‘અમે થોડા સમય માટે સમાચારમાં હતા, અને પછી બધા આ ઘટના ભૂલીને આગળ વધી ગયા.’ ‘તે સમયે ભાજપના નેતાઓ સહિત ઘણા રાજકારણીઓ અમને મળવા આવ્યા હતા, પરંતુ હવે આપણે ભૂલી ગયેલા વ્યક્તિઓ છીએ. કોઇને કશાયની પરવા નથી.’ તેમણે કહ્યું કે, પરિવારને સરકાર તરફથી વળતર મળ્યું છે અને તે તેનો ઉપયોગ માત્ર પોતાની જાતને ટકાવી રાખવા માટે કરી રહ્યો છે. છોકરીના સંબંધીએ સ્વીકાર્યું કે, હા, અમારા રસ્તાઓને સમારકામની જરૂર છે અને અમારા બાળકોને નોકરીની જરૂર છે પરંતુ અહીંના સમુદાયોમાં ઊંડો અવિશ્વાસ પણ છે. તે ઘા રૂઝાવવામાં સમય લાગશે. જ્યારે ગ્રામજનો તેમના રોજિંદા જીવનમાં ઠોકર ખાય છે, ત્યારે રાજકારણીઓ પણ સાવધાનીપૂર્વક મુદ્દાઓ પર પોતાનો રસ્તો શોધી રહ્યા છે. એસપીના વાલ્મિકીએ કહ્યું, “૨૦૨૦ની ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો. અમે મહિલાઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.” ભાજપનો એજન્ડા માત્ર અને માત્ર વિકાસનો છે. છેલ્લા ૧૦ વર્ષમાં મોદીજીની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો ચોક્કસપણે વિકાસ પર અમારૂં ધ્યાન કેન્દ્રિત છે, ભાજપના બાલ્મિકીએ કહ્યું. ૨૦૨૦ના કેસમાં ત્રણ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એક કિશોરને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને સુધાર ગૃહમાં ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. યુવતીને કથિત રીતે તેના ગળામાં દુપટ્ટા વડે ફાંસો આપી ખેંચી લેવામાં આવી હતી, જેના કારણે તેની કરોડરજ્જુને ઇજા પહોંચી હતી. આ ક્રૂરતને કારણે તેને કરોડરજ્જુમાં ગંભીર ઇજા સાથે લકવો થઈ ગયો, પરિણામે તેનું મૃત્યુ થયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks