જો સરકાર આવા કિસ્સાઓમાં પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરશે તો ન્યાયની કસુવાવડ થતી રહેશેબેસ્ટ બેકરીથી લઇને હાશિમપુરા સુધી જે જે લોકોએ ન્યાય માગ્યો છે તેમને ન્યાય મળવાને બદલે તેઓ દંડાયા છેએક પણ એવો કેસ ધ્યાન પર આવ્યો નથી કે જેમાં કોમવાદી કે જ્ઞાતિવાદી હિંસાના અપરાધીઓને ઇજા થઇ હોય અથવા તો તેમનું રાજકીય ભાવિ જોખમમાં મુકાયું હોયઅત્યારે ભારતમાં મુસ્લિમો વિરૂદ્ધ બ્યુરોક્રેટિક અને વહીવટી પૂર્વાગ્રહો ચરમસીમાએ છે અને સરકાર તેમજ ન્યાયતંત્રએ તેની ગંભીર સમીક્ષા કરવાની જરૂર
કોમી રમખાણો અને તંગદિલી દરમિયાન આકાશવાણીના સમાચાર બુલેટીનની એક લોકપ્રિય લાઇન હતી કે ‘સ્થિતિ તનાવપૂર્ણ લેકીન નિયંત્રણ મે હૈ’ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.આપણે સારી રીતે જાણીએ છીએ કે સંવેદનશીલ વિસ્તારો એટલે કેવા વિસ્તારો.મોટા ભાગના આ સંવેદનશીલ વિસ્તારો એટલે જૂના શહેરમાં આવેલા મુસ્લિમ વિસ્તારો કે જ્યાં પ્રત્યેક રમખાણો બાદ મુસ્લિમો સામુહિક રીતે એક જ વિસ્તારમાં વસતા હોય છે.વહીવટી તંત્ર પોલીસ અને મિડીયાના માનસમાં સંંવેદનશીલ વિસ્તારો એટલે એવા વિસ્તારો કે જ્યાં મુસ્લિમોને સમસ્યા ઊભા કરતા લોકો તરીકે અને અવરોધો ઊભા કરનાર તરીકે માનવામાં આવે છે.કોમી અશાંતિ દરમિયાન પોલીસદળો રાબેતા મુજબની શાંતિ સ્થાપવાની કવાયતરૂપે મુસ્લિમોની અટકાયત કરે છે.૧૯૯૦માં સત્યશોધક કામગીરીના ભાગરૂપે મેરઠની એક મુલાકાત દરમિયાન મેં જ્યારે તેની સામે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે મેરઠ યુનિવર્સિટીના એક વરિષ્ઠ પ્રોફેસરે ભારતમાં પાકિસ્તાનને પ્રોત્સાહિત કરવા બદલ મને જવાબદાર ગણાવ્યો અને મેરઠના જૂના શહેરમાં આવેલા મિની પાકિસ્તાનથી દૂર રહેવા ચેતવણી આપી હતી.તેમની દલીલ હતી કે મુસ્લિમો મોટા ભાગે ગુનેગારો હોય છે અને માટે જ ભારતીય જેલોમાં મુસ્લિમની સંખ્યા વધુ છે.જો કે તેની વાત મને ગમી કારણકે તેમણે કોઇ પણ જાતના દંભ વગર આ વાત કરી હતી અને તેમણે દિલથી વાત કરી હતી જે ભારતમાં સવર્ણોના મધ્યમવર્ગોમાં એક વાસ્તવિકતા છે.
હાશિમપુરા હિંસા કેસમાં દિલ્હીની અદાલત દ્વારા પ્રોવિન્શિયલ આર્મ્સ કોન્સ્ટેબ્યુલરીના (પીએસી) ૧૬ આરોપી પોલીસકર્મીઓને નિર્દોષ છોડી મુકાતા યુપીએ સરકાર દરમિયાન જેનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો તે કોમી હિંસા વિધેયકનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.આ વિધેયક ઇચ્છાશક્તિના અભાવે પાસ કરી શકાયુ ન હતું.જો કે હાશિમપુરા એ આદાલતી નિષ્ફળતાનો પ્રથમ અને છેલ્લો કેસ નથી.સુપ્રીમકોર્ટે ખટલામાં વિલંબ અંગે વર્ષો પહેલા રોષ અને ખેદ વ્યક્ત કર્યો હતો અને અલાહબાદ હાઇકોર્ટના જસ્ટીસે પીએસીના કૃત્યને વર્દીધારી ગુનેગારો ગણાવ્યા હતા.
એક પછી એક અહેવાલમાં એવો નિર્દેશ આપવામાં આવ્યો છે કે પીએસીના ગુંડાઓએ કઇ રીતે નિર્દોષ મુસ્લિમોની ધરપકડ કરી હતી અનેે પાછળથી તેમને મારી નાખીને તેમની લાશો મુર્દા નગર નજીક નહેરમાં ફેંકી દીધી હતી.સરકારે એવી રીતે જવાબદારી ટાળી હતી કે ન્યાય માત્ર નકારવામાં આવ્યો નથી પરંતુ ન્યાયની કસુવાવડ થઇ છે.બીજા શબ્દોમાં કહીએ તો ન્યાયતંત્ર ન્યાય કરવામાં નિષ્ફળ રહ્યુ છે.આ સમગ્ર ઘટનાનું વિશ્લેષણ કરીએ તે પહેલાં આપણે ભુલવુ જોઇએ નહી કે ૧૯૮૭માં પિપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ દ્વારા એક વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં વહીવટીતંત્ર પર ગંભીર શંકાઓ વ્યક્ત કરાઇ હતી.હાશિમપુરા સત્યશોધક મિશન પર ગયેલી પીયુસીએલની ટીમમાં જસ્ટીસ રાજીન્દર સચર,ઇન્દ્રકુમાર ગુજરાલ,પ્રો.એએમ કુશારૂ,પ્રો.દિલીપ સ્વામી અને અન્યોનો સમાવેશ થતો હતો.પીયુસીએલએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે હાશિમપુરામાં પોલીસે જે કઇ કહ્યુ છે તે કદાપિ ભુલી શકાય નહીં અને કોઇ પણ સભ્ય સરકારને તેની શરમ સતાવતી રહેશે.
પીયુસીએલએ અહેવાલમાં જણાવ્યું હતું કે એક બુરખાધારી વ્યક્તિએ લાઇનમાં ઊભા કરાયેલા હાશિમપુરના તમામ રહેવાસીઓમાંથી ૪૨ યુવાનોને ઓળખી કાઢ્યા હતા અને તેમને પોલીસટ્રકમાં બેસી જવાનું કહેવામાં આવ્યુ હતું.૩૨૪ લોકોના એક અન્ય જૂથની ધરપકડ કરાઇ હતી અન ેતેમને પોલીસ બીજા વાહનમાં લઇ ગઇ હતી.જ્યારે ટ્રકમાં જે ૪૨ માણસોન ેલઇ જવામાં આવ્યા હતા તેમાંથી ૬ લોકોનોે જ પત્તો લાગ્યો હતો અને બાકીના લોકોને મુર્દાનગર લઇ જવાયા હતા અને સાક્ષીના જણાવ્યા પ્રમાણે બીએસીના માણસોએ તેમને ગોળીથી ઠાર માર્યા હતા અને લાશો ગંગા કેનાલમાં ફેકી દીધી હતી અને ૨૦ જેટલી લાશો ગંગા કેનાલમાં તરતી દેખાઇ હતી.
આ કેસમાં દિલ્હી કોર્ટે સાક્ષીઓના અભાવે તમામ આરોપીઓને છોડી મુક્યા છે પરંતુ પ્રશ્ન એ છે કે સામુહિક હિંસા,સામુહિક બળાત્કાર અને સામાજિક બહિષ્કારના પિડીતો અદાલતમાં કઇ રીતે આરોપીઓને ઓળખી કાઢવાની હિંમત કરી શકે? આ કઇ પ્રથમ કિસ્સો નથી કે જેમાં અદાલતની નિષ્કાળજીન ેકારણે આરોપીઓ છૂટી ગયા હોય પરંતુ તે દેશના રાજકીય માહોલને પ્રતિબિંબિત કરે છે અને બતાવે છે કે ન્યાયતંત્રને પણ કઇ રીતે પ્રભાવિત કરી શકાય છે.તમારે આ સમગ્ર મુદ્દાને સમજવા માટે કાનૂની નિષ્ણાંતની જરૂર રહેશે નહીં પરંતુ જો તમે સામુહિક હત્યા કે કોમી રમખાણોના ચુકાદાની ચકાસણી કરશો તો જણાશે કે ભારતનું ન્યાયતંત્ર તમને નિરાશ કરશે. મે એવા એક પણ કેસ અંગે સાંભળ્યુ નથી કે જેમાં કોમી કે જ્ઞાતિ હિંસાના ગુનેગારોને સજા થઇ હોય કે તેમનું રાજકીય ભાવિ જોખમમાં મુકાયુ હોય.
તે પછી ૧૯૮૩માં આસામનો નેલિ કેસ હોય કે બિહારનો ભાગલપુર કે ઉ.પ્ર.માં ૧૯૮૭ના મેરઠના તોફાનો કેસ હોય કે ૧૯૯૨-૯૩ના રમખાણોનો મુંબઇનો કેસ હોય કે પછી ગુજરાતનો ૨૦૦૨નો.૧૯૮૪ના દિલ્હી રમખાણોનો અને ૨૦૧૩ના મુઝફ્ફર રમખાણોનો કેસ હોય.આમાંથી એક પણ કેસમાં કોઇ નિષ્કર્ષ પર પહોંચી નથી અને તેમ છતાં જેમણે હિંસા ભડકાવી હતી અને જેમણે મતદારોનું ધ્રુવીકરણ કર્યુ હતું તેઓ સત્તા પર આવી શક્યા છે.૧૯૮૪ના ધ્રુવીકરણે કોંગ્રેસ પક્ષને જંગી બહુમતી સાથે ચૂંટણી જીતવામાં મદદ કરી હતી એ જ રીતે ગુજરાતના ૨૦૦૨ના રમખાણો બાદ નરેન્દ્ર મોદીનો તમામ ચૂંટણીમાં વિજય થતો રહ્યો હતો.માત્ર રાજકીય પક્ષો જ સમજે છે કે આ પ્રકારનું ધ્રુવીકરણ તેમને મદદરૂપ થતુ રહેશે.
આ પ્રકારની ગુનાહિત નિર્દોષતામાંથી ઘણી બાબતો ઉભરી આવે છે અને દેશના રાજકીય માહોલના કારણે આવુ બને છે અને હવે કોઇ એવો દાવો કરી શકે તેમ નથી કે ન્યાયતંત્ર ખાસ કરીને નીચલા સ્તરે તેનાથી પ્રભાવિત થતુ નથી.શું આપણે ગુજરાતના ૨૦૦૨ના રમખાણોના તમામ આરોપીઓને નિર્દોષ છૂટી જતા જોયા નથી.બેસ્ટ બેકરીથી હાશિમપુરા સુધીના તમામ કેસમાં જોવા મળ્યુ છે કે જે લોકો ન્યાયની માંગણી કરે છે એ લોકો જ દંડાય છે.તિસ્તા સેતલવાડનો કેસ પણ કઇક આવો જ છે.ઇમર્જન્સી દરમિયાન આપણે કેટલાક મિડીયામાં પણ વિશ્વાસ રાખી શકતા હતા પરંતુ આજે મિડાયા પર પણ વિશ્વાસ રાખી શકાય તેમ નથી કારણકે મિડીયાએ દેશના ચુનંદા રાજકીય નેતાનઓના પ્રચારનું એક મોટુ માધ્યમ અને તંત્ર બની ગયુ છે.વ્યવહારુ રીતે જોઇએ તો કોઇ પણ કોમી હિંસા કે દલિત,મુસ્લિમો કે ખ્રિસ્તીઓની સમુહિક હત્યાઓ ક્યારેય કોઇ તાર્કિક નિષ્કર્ષ પર પહોંચી નથી.મોટા ભાગે અદાલતોએ સાક્ષીને પૂરા પાડવામાં નિષ્ફળતા બદલ તપાસ સંસ્થાઓને જવાબદાર ગણાવી છે.
નફરત ભડકાવનારાઓ અને કાયદો પોતાના હાથમાં લેતા તત્વો આજે મુક્તપણે ઘુમી રહ્યા છે.કાયદાનું જોખમ માત્ર એવા લોકોને જ લાગુ પડે છે કે જેમને કાર્યક્ષમ વકીલો રોકવાનું પોસાય તેમ નથી.મોટા ભાગના કેસો ન્યાયની કસુવાવડમાં પરીણમે છે અને તેનું કારણ એ છે કે સરકાર કોઇ ચોક્કસ જ્ઞાતિ કે ધર્મ પ્રત્યે રાગદ્વેશ અને તિરસ્કાર ધરાવે છે.ભારતીય તંત્રમાં મુસ્લિમો વિરૂદ્ધ બ્યુરોક્રેટિક અને વહીવટી પૂર્વાગ્રહ અત્યારે ચરમસિમાએ છે અને સરકાર તેમ જ ન્યાયતંત્રએ તેની ગંભીર સમીક્ષા કરવાની જરૂર છે.સમાજના વંચિત વર્ગો અને મુસ્લિમોને બ્યુરોક્રેસી,લશ્કર અને પોલીસમાં તમામ સ્તરે યોગ્ય પ્રતિનિધિત્વ હોવુ જોઇએ એવી માંગણી આ પ્રકારની ઘટનાની પૃષ્ઠભૂમિમાંથી ઊભી થઇ છે અને તેના પર ગંભીર વિચારણા કરવાની જરૂર છે.
હિંદુત્વ અને અન્ય જમણેરી પાંખના જૂથા દ્વારા આ પ્રકારની માંગણીનો વિરોધ કરવામાં આવે છે અને મુસ્લમો માટે અનામતની માંગણી એ કોમવાદની માગણી છે અને તેનાથી રાષ્ટ્રના ભાગલા પડશે એવા બહાના હેઠળ આવી માંગણી સામે ઉગ્ર વિરોધ કરવામાં આવે છે.કહેવાતા કોમી રમખાણો દરમિયાન જિલ્લા કે શહેરમાં અધિકારીઓની જવાબદારી મુકરર કરવાનું જ્યાં સુધી આપણે ત્યાં કોઇ યોગ્ય વ્યવસ્થા કે તંત્ર નહીં હોય ત્યાં સુધી આ બાબતમાં કઇ થઇ શકશે નહીં.એક વરિષ્ઠ અધિકારીએ એક વખત લખ્યુ હતું કે કોઇ પણ કોમી તોફાનો વહીવટીતંત્ર દ્વારા પ્રથમ ૧૨ કલાકમાં સરળતાથી નિયંત્રિત થઇ શકે છે અને તેમ છતાં જો હિંસા ચાલુ રહે તો એવુ માનવુ કે સત્તાવાળાઓ અને રાજકારણીઓની હુલ્લડખોરો સાથે મિલીભગત છે.
કેન્દ્ર ખાતે રાજીવ ગાંધી સરકાર અને રાજ્યમાં વીર બહાદુર સિંહે જ્યારે બહુમતી કોમવાદ સામે સરકારી તંત્રનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે એક પાઠ ભણ્યો હતો.ઉ.પ્ર.માં પીએસી હવે તોફાની બની ગઇ છે અને અત્યાર સુધી કોઇ પણ સરકારે તેને વિખેરવા કે તેનું સ્વરૂપ બદલવા હિંમત કરી નથી.હાશિમપુરાનો કેસ સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે વહીવટીતંત્ર અને પોલીસ કઇ રીતે કોમવાદી બની ગઇ હતી.
છેલ્લે યુપીએ સરકારે કોમી હિંસા વિધેયક લાવવા માટે ભારે બુમાબુમ કરી હતી પરંતુ તેમનામાં અન્ય બિલોની જેમ આ બિલ લાવવાની હિૅંમત ન હતી.વાસ્તવમાં જ્ઞાતિ સબંધિત હિંસાને આવરી લે એવા એક વ્યાપક અને સર્વસમાવેશક કોમી હિંસા વિધેયકની તાતી જરૂર છે.સરકારે તેના પર કોઇ નિર્ણય કરવો જોઇએ અન્યથા લઘુમતીઓની વિમુખતા ભારે ખતરનાક પુરવાર થશે.ન્યાયના અભાવે અને નેતાગીરીના અભાવે ફાલતુ તત્વો વધી જવાનું જોખમ હોય છે.હાશિમપુરા એ હકીકતની યાદ અપાવે છે કે ભારત સરકારે દલિતો અને લઘુમતીઓની સંપૂર્ણપણે ઉપેક્ષા કરી છે.કોર્ટની પ્રક્રિયા વિલંબિત હોય છે એ આપણે સમજી શકીએ છીએ પરંતુ સાક્ષીઓને ઓળખવામાં મુશ્કેલી હોય છે એ પણ આપણએ સમજીએ છીએ પરંતુ એક બાબત સ્પષ્ટ હોય છે કે પોલીસ કસ્ટડીમાં ૨૨ મે ૧૯૮૭ના રોજ દેશના ૪૨ નાગરીકોની હત્યા કરવામાં આવી હતી.
ઘણા મુસ્લિમોએ પોતાના માતા, પિતા, પુત્રો કે પતિ ગુમાવ્યા હતા.મારે એક જ પ્રશ્ન પૂછવાનો છે કે કેટલા રાજકીય નેતાઓએ હાશિમપુર નરસંહારના પિડીતોની મુલાકાત લીધી હતી?તેમને કેવુ વળતર પેકેજ આપવામાં આવ્યુ હતું?શા માટે વળતર પેકેજ આપવામાં આવ્યુ નથી?,સરકાર હાશિમપુરા પિડીતોની જીંદગીના માનભેર પુનર્વસનની જવાબદારી કેમ લેતી નથી?.
આથી જરૂરી છે કે મુસ્લિમો તમામ કાનૂની સંસાધનોનો ઉપયોગ કરીને આ બધા મુદ્દા પેટે રાજકીય પક્ષોને પ્રશ્નો પૂછે.ભારતીય સંઘ મુસ્લિમો પ્રત્યેની જવાબદારી વ્યક્ત કરે તે સમયની માંગ છે.સરકારે મુસ્લિમોને દીવાલ સામે અફળાવવા જોઇએ નહીં.આપણે આશા રાખીએ કે સુપ્રીમકોર્ટ આ બધી બાબતો પર બાજ નજર રાખશે અને આપણે ત્યાં આ બધા મુદ્દાઓ પર રોજબરોજની સુનાવણી માટે સુપ્રીમકોર્ટના મોનિટરીંગ હેઠળ ખાસ અદાલતોની જરૂર છ.જો હાશિમપુરાના લોકો અને તેમના જેવા અન્ય ઘણા લોકોને ન્યાય પૂરો પાડવામાં આવશે નહીં તો અપરાધીઓ નિર્દોષ છૂટી જવાની ઘટના ભારતીય ન્યાયતંત્રનું સૌથી અંધકારમય પ્રકરણ હશે.
-વિદ્યા ભૂષણ રાવત