પીડિતોના પરિવારોએ ચુકાદા સામે સૂત્રોચ્ચાર કર્યા અને આરોપ લગાવ્યો કે ફરી એકવાર તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે
(એજન્સી) તા.૨૨
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો દરમિયાન હિંસા ભડકાવવાના કથિત કેસમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ સજ્જન કુમારને નિર્દોષ જાહેર કરવાનો દિલ્હી કોર્ટનો નિર્ણય ન્યાય માટે દાયકાઓથી રાહ જોતા બચી ગયેલા લોકો અને પરિવારો માટે ઊંડો આઘાત છે. લુધિયાણામાં, રમખાણોના પીડિતોના પરિવારો આ ચુકાદા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવા માટે ભેગા થયા, અને આરોપ લગાવ્યો કે તેઓની સાથે ફરી એકવાર અન્યાય કરવામાં આવ્યો છે. તેમણે આગામી દિવસોમાં દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની યોજના જાહેર કરી હતી. ગુરદેવ કૌર, જેમણે રમખાણોમાં પોતાના પતિને ગુમાવ્યો હતો, તે ચુકાદો સાંભળીને રડી પડી. તેણીએ કહ્યું કે, ‘આજે મારા માટે કાળો દિવસ છે. મેં રમખાણોમાં મારા પતિને ગુમાવ્યો અને પછી મારૂં આખું જીવન બદલાઈ ગયું. પીડા હજુ પણ છે, પરંતુ દુઃખદ વાત એ છે કે આટલા વર્ષો પછી પણ, સરકાર અમને ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ છે.