૫ેલેસ્ટીનીઓના મૌલિક અધિકારોને સમર્થન આપતા રહીશું : ચીન

(એજન્સી) તા.૧૬
ચીન પેલેસ્ટીનના મૌલિક અધિકારોનું સમર્થન કરવાનું ચાલુ રાખશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે કહ્યું કે ચીન જેરૂસલેમને મુદ્દા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. અમે આ મામલે ગહન ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ. અમે મધ્યપૂર્વના દેશોમાં શાંતિ સ્થાપિત કરવા અંગે પણ વિચારી રહ્યાં છીએ. જેરૂસલેમની વ્યવસ્થાનો મુદ્દે ખૂબ જ ગંભીર છે. તેમાં સુધારાની જરુર છે. તમામ પ્રતિભાગીઓએ ક્ષેત્રીય શાંતિને મહત્વ આપવું જોઇએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે કહ્યું કે અમે પેલેસ્ટીની નાગરિકોના મૌલિક અધિકારોને જોરદાર સમર્થન આપીએ છીએ અને અમે ટેકો જારી પણ રાખીશું. પેલેસ્ટીની નાગરિકોને તેમના અધિકારો તો મળવા જ જોઇએ. તેમણે કહ્યું કે ચીન જેરૂસલેમમાં ચાલી રહેલી તમામ પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ચીન શાંતિપ્રિય દેશ છે એટલા માટે શાંતિની ઇચ્છા ધરાવે છે. એટલા માટે ચીન મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપિત કરવા અંગે વિચારી રહ્યો છે. જેરૂસલેમનો મુદ્દો અતિ ગંભીર છે એટલા માટે તમામ પક્ષોએ કોઈપણ કાર્યવાહી કરતાં પહેલા તેમાં સુધારો કરવો પડશે. તેમણે આગળ કહ્યું કે એવા ઉપાયોથી બચવું જોઇએ જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જોખમમાં મૂકાઇ જાય. હું પાર્ટીઓને સલાહ આપું છું કે ક્ષેત્રીય શાંતિના મહત્વને ધ્યાનમાં રાખી જેરૂસલેમ મામલે ચીન વાર્તાલાપ કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. આ ચિંતાનો વિષય છે. આ મુદ્દે બેઠકના માટે સંઘર્ષ વિરામનો હલ કરવો જોઈએ. આ મામલો જુદા જુદા ધર્મો વચ્ચે એક આધ્યાત્મિક બાબત છે અને તેને એક મહાન વિચારધારાની મદદથી ઉકેલવો જોઇએ. નોંધનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિએ છ ડિસેમ્બરના રોજ જેરૂસલેમને ઇઝરાયેલના પાટગનર તરીકે મંજૂરી આપી દીધી છે જેના કારણે ઇરાન, તુર્કી, ઇજિપ્ત, જોર્ડન, ટ્યુનિશિયા, પેલેસ્ટીન, અલ્જિરિયા, મોેરેક્કો અને અન્ય મુસ્લિમ દેશોમાં જોરદાર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks