અફઘાનિસ્તાન : મંત્રાલયની બહાર આત્મઘાતી હુમલામાં ૧૦નાં મોત, અનેક ઘાયલ

(એજન્સી) કાબુલ, તા. ૧૬
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગ્રામીણ પુનર્વસન અને વિકાસ મંત્રાલયની (MRRD) બહાર આત્મઘાતી હુમલો થયો છે, જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત નિપજ્યાં છે. કાબુલના દારૂલામાન પ્રાંતમાં એમ.આર.આર.ડી. ગેટની બહાર આ આત્મઘાતી હુમલો થયો હોવાનું જણાઈ રહ્યું છે. અફઘાનિસ્તાન મીડિયા અનુસાર, રવિવારે લગભગ સાડા ચાર વાગ્યે આ હુમલો થયો છે. એમ.આર.આર.ડી.ના પ્રવકતા ફરીદૂન અજંદે જણાવ્યું કે, જ્યારે મંત્રાલયના કર્મચારીઓ દિવસ દરમ્યાનનું પોતાનું કામ પુરૂં કરીને રવાના થઈ રહ્યા હતા, ત્યારે જ ગેટની બહાર ઉભેલા માનવ બોમ્બ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવા ઉપરાંત હવે સરકારી કર્મચારીઓને પણ મોતને ઘાટ ઉતારવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. તાજેતરના દિવસોમાં આ બીજી આવી ઘટના છે કે, જ્યારે આતંકીઓએ સરકારી કર્મચારીઓને નિશાન બનાવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલમાં ૧૦ લોકોનાં મોત નિપજ્યાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને ૧૧ જૂનના રોજ થયેલા હુમલામાં ૧૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts