અમદાવાદ, તા.૨૩
રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત હવે ગમે તે ઘડીએ કરાઈ શકે છે એ અગાઉ આજે રાજય સરકાર દ્વારા લેવામા આવેલા મહત્વપૂર્ણ નિર્ણયમાં ૧૮ જેટલા બોર્ડ-નિગમોમા ચેરમેન અને સભ્યોની નિમણૂંક કરવાનો નિર્ણય લેવામા આવ્યોે છે જેમા બળવંતસિંહ રાજપૂતને ઔધ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બનાવવામા આવ્યા છે.જયારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડમાં વાઈસ ચેરમેન રહી ચુકેલા એવા જગદીશ ભાવસારને સભ્યપદ આપવામા આવ્યુ છે.આ અંગે મળતી માહીતી અનુસાર,રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત અગાઉ આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૧૮ જેટલા બોર્ડ નિગમો અને તેના સભ્યોની સત્તાવાર નિમણૂંક કરવામા આવી છે જે આ મુજબ છે.
નિગમ અધ્યક્ષ
પછાત વર્ગ વિકાસ નિગમ નરેન્દ્ર સોલંકી
ઘેટા અને ઉન વિકાસ નિગમ ભવાન ભરવાડ
સિવિલ સપ્લાય કોર્પોરેશન રાજેશ પાઠક
પોલિસ આવાસ નિગમ ડી.ડી.પટેલ
હાઉસિંગ બોર્ડ મહેન્દ્રસિંહ સરવૈયા
ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થા દલસુખ પ્રજાપતિ
ખાદી ગ્રામઉધ્યોગ કુશળસિંહ પેઢરીયા
ગ્રામ્ય ઉધ્યોગ બજાર મેઘજી કણજારીયા
ઔધ્યોગિક વિકાસ નિગમ બળવંતસિંહ રાજપૂત
બીજ નિગમ રાજશી જોટવા
વેર હાઉસિંગ કોર્પોરેશન મગન માળી
અતિપછાત જાતિ વિકાસ ગૌતમ ગેડીયા
સહભાગી જળસંચય યોજના સરદારસિંહ બારૈયા
વિચરતી વિમુકતિ જાતિ લક્ષ્મણ પટણી
મેરીટાઈમ બોર્ડ કિશોર કુહાડા,સભ્ય
હસ્તકળા વિકાસ શંકરભાઈ દલવાડી
બિન અનામત વર્ગ આયોગ હંસરાજભાઈ ગજેરા
બિનઅનામત વિકાસ નિગમ બી.એચ.ઘોડાસરા