અમેરિકા ૨૦૦ અબજ ડોલરની ચીની આયાત પર રપ ટકા ડ્યૂટી લાદશે

(એજન્સી) વોશિંગ્ટન,તા.૭
ટ્રમ્પ વહીવટી તંત્ર વધુ ૨૦૦ અબજ અમેરિકી ડોલરના ચીની ઉત્પાદનો પર લગભગ પચીસ ટકાની ડ્યૂટી ઝીંકશે એવું લાગે છે, આને પરિણામે વિશ્વની બે મોટી ઈકોનોમી વચ્ચેની ટ્રેડ વૉર વકરે એવો ભય સેવાય છે અને હેન્ડબેગથી લઈને બાઈસિકલ સુધીની તમામ વસ્તુઓની ચીનમાંથી આયાત કરતી અમેરિકી કંપનીઓ પર આર્થિક દબાણ વધશે.
અમેરિકા આ સંદર્ભના પબ્લિકની ટિપ્પણી માટેનો સમય પૂરો થયા બાદ ગયા વર્ષે ચીન અમેરિકાને જે કંઈ પણ માલ વેંચે એની પર ૪૦ ટકા જેટલી ડ્યૂટી આયાતી માલ પર લાદવાનું નક્કી કરી શકે છે.
અમેરિકા ચીની માલમાં ૫૦ અબજ ડોલર પર ટેરિફ લાદી ચૂક્યું છે અને ચીને ૫૦ અબજ અમેરિકી ડોલરના અમેરિકી માલ પર ડ્યૂટી લાદીને વળતો પ્રહાર કર્યો હતો. આ ગૂડ્‌સમાં સોયાબીન તથા બીફનો સમાવેશ થાય છે. અમેરિકી ફાર્મ બેલ્ટમાં પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના ટેકેદારો પરનો આ સીધો પ્રહાર હતો. અમેરિકી ૨૦૦ અબજ અમેરિકી ડોલરના માલસામાન પરની ડ્યૂટીમાં આગળ વધશે તો ચીન પણ ૬૦ અબજ ડોલરના અમેરિકી ગૂડ્‌સ પર વધારાની ડ્યૂટી લાદશે.
ચીનની સરકારે એવું જણાવ્યું હતું કે, અમેરિકી પ્રમુખ આ રીતે ટેરિફ ઝીંકવાનું ચાલુ જ રાખશે તો તે બદલો લેવા માટે તૈયાર છે. ચીને પોતાના આર્થિક ગ્રોથમાં ધીમી પણ મક્કમ ગતિ જાળવી રાખશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts