(એજન્સી) તા.ર૮
૧૧ સપ્ટેમ્બર ર૦૧૧માં અમેરિકાના કરાયેલા હુમલાની યાદો તાજી કરતાં અમેરિકી વિદ્વાને એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કહ્યું કે ૯/૧૧નો હુમલો ઈઝરાયેલના ઇસ્લામોફોબિયા પ્રોજેક્ટનો ભાગ હતો. તેમણે કહ્યું કે આ હુમલાની મદદથી ઈઝરાયેલ દુનિયાભરમાં ફેલાયેલા જાતિવાદને ઇસ્લામિક આતંકવાદમાં રૂપાંતરિત કરવા માગતું હતું. જેની મદદથી ઈઝરાયેલ અને તેના સહયોગી દેશોને તેમના એજન્ડા મુજબ આગળ વધવાની તક મળે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સત્તામાં આવ્યા બાદથી મુસ્લિમો માટે કયા નવા પડકારો ઊભા થયા છે અને હાલમાં મુસ્લિમોની સ્થિતિ કેવી છે તે અંગે કરાયેલા સર્વે પર વિસ્કોન્સિનના મેડિસન ખાતે એક પોલિટિકલ કોમેન્ટેટર કેવિન બેરેટે આ નિવેદન આપ્યું હતું. કેવિને કહ્યું કે અમેરિકામાં વસતા લગભગ ત્રણ ભાગના મુસ્લિમો માને છે કે ટ્રમ્પનો વ્યવહાર તેમની તરફ સકારાત્મક નથી. તેમાંથી ૬૪ ટકા મુસ્લિમો એવા છે જે સૌથી અલગ જ તરી આવે છે. જેમ કે મહિલાઓના માથા હિજાબથી ઢંકાયેલા હોય છે, તેમના પર તાજેતરમાં જ ઘણા જાતિવાદી હુમલાઓ વધી ગયા છે. ગત વર્ષે પણ આવી ઘણી સમસ્યાઓ તેમની સામે આવી હતી. તેમની સામે અવિશ્વાસની નજરે જોવામાં આવે છે, તેમને ધમકી આપવામાં આવે છે. તેમને નફરતભર્યા નામોથી બોલાવાય છે. તેમને આતંકી કહેવાય છે. બેરેટે જણાવ્યું કે ટ્રમ્પના કાર્યાલયથી ઇસ્લામોફોબિયાના તરંગો વહેતા દેખાઇ જાય છે. ત્યાંથી જ આવા નિર્ણયો અવારનવાર જોવા મળે છે. ૯/૧૧ના હુમલા બાદથી ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. બેરેટે દલીલ કરી હતી કે ઈઝરાયેલ, અમેરિકા અને તેના સહયોગી દેશોએ જ ૯/૧૧ જેવા હુમલાની યોજના બનાવી હતી. જોકે તેને પબ્લિક રિલેશન ઓપરેશન નામ અપાયું હતું અને આ દેશો આ હુમલાની મદદથી જાતિવાદને આતંકવાદમાં રૂપાંતરિત કરવામાં સફળ રહ્યા હતા. બેરેેટે કહ્યું કે હું ચોક્કસપણે કહી શકું કે ૯/૧૧નો હુમલો એવા પ્રોજેક્ટનો ભાગ હતો કે જેની મદદથી અમેરિકામાં યુવાઓ વચ્ચે મુસ્લિમો પ્રત્યે કાયમી નફરત ફેલાવી શકાય. ઈઝરાયેલને આ હુમલાનો મહત્ત્વનો લાભદાયી તરીકે ઉચ્ચારતાં તેમણે કહ્યું કે આ હુમલાને ઈઝરાયેલે જ ઇસ્લામોફોબિયા તરીકે ગણાવ્યો હતો. આ હુમલાનો ઉપયોગ કરી મિડલ ઇસ્ટ દેશોમાં અસ્થિરતા સ્થાપિત કરવામાં આવી હતી. બેરેટે અમેરિકી મુસ્લિમોને વધુ સજાગ બનવાની અપીલ કરી છે.