(એજન્સી) નવી દિલ્હી, તા.૨
ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ પોલીસે ચાર મોબાઈલ ચોરોની ધરપકડ કરી હતી જેમાંથી એક ચોરે “મોદી અગેઇન” લખેલ ટી-શર્ટ પહેરી હતી. પોલીસે પહેલા આ સમાચાર ટ્વીટર પર લખ્યા હતા પણ પછીથી દૂર કર્યા હતા. પોલીસે આ પગલું યુવા કોંગ્રેસ નેતા શ્રીનિવાસના ટ્વીટ પછી લીધું હતું. એમણે ટ્વીટર વડા પ્રધાન મોદી પર પોટશોટ લઇ લખ્યું હતું. ગાઝિયાબાદ પોલીસે ચાર ચોરોનો ફોટો ટ્વીટર પર મૂકી પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર લખ્યું હતું કે લોની બોર્ડર પોલીસે સફળતાપૂર્વક એક દુકાનમાં થયેલ ચોરીનો કેસ ઉકેલ્યો. એ ચોરોની ધરપકડ કરી છે. એમની પાસેથી ૧૪ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસે હિન્દીમાં સંપૂર્ણ વિગતો સાથેનું નિવેદન પણ જારી કર્યું છે. જોકે યુવા કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બી.વી.એ ટ્વીટર પર મોદીને ટોણો મારી લખ્યું છે કેઃ ગાઝિયાબાદ પોલસે ચાર રીઢા ચોરોની ધરપકડ કરી છે અને એમણે એમના કપડાઓથી ઓળખી કાઢ્યા છે. શું તમારા આંધળા ફોલોઅરને તમે આ નવી રોજગારી આપી રહ્યા છો ? મોદીના સમર્થકોએ ગયા વર્ષની લોકસભા ચૂંટણીઓમાં હેશટેગ “નમો અગેઇન”થી ચૂંટણી અભિયાન કર્યુ હતું. હજુ સ્પષ્ટ નથી કે કયા કારણે ગાઝિયાબાદ પોલીસે “નમો અગેઇન” નામ ધરાવતી ટી-શર્ટ પહેરેલ ચોરોનું ટ્વીટ દૂર કરવા નિર્ણય કર્યો. ગાઝિયાબાદ પોલીસ ઉત્તર પ્રદેશ પોલીસ હસ્તક આવે છે જે યોગી સરકારના નિયંત્રણ હેઠળ છે.