Muslim Freedom Fighters

ભારતના મહત્ત્વના મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી

દેશની આઝાદીના મુસ્લિમ વીરો

ભારતીય સ્વતંત્રતા ચળવળ એ વિશ્વના ઇતિહાસમાં સૌથી લાંબો સ્વતંત્રતા સંગ્રામ છે. ભારતના નેતાઓને બ્રિટિશ સામ્રાજ્યથી આઝાદી મેળવવામાં લગભગ ૯૦ વર્ષ લાગ્યા હતા. વિવિધ જાતિઓ અને રજવાડાઓના શાસકોએ સમયાંતરે બ્રિટિશ સામ્રાજ્ય સામે બળવો કર્યો હોવા છતાં તેમનો બળવો અમુક ચોક્કસ ક્ષેત્રમાં મર્યાદિત હતો અને તે સમગ્ર રાષ્ટ્ર માટે ન હતો. પ્રથમ મોટો બળવો જે સમગ્ર ભારતીય મુખ્ય ભૂમિમાં એકસાથે થયો હતો તે ૧૮૫૭નો બળવો હતો જ્યારે ભારતના મોટાભાગના ઉત્તરીય ભાગમાં બહાદુર શાહ જાફરના બેનર હેઠળ એક થયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫માં કરવામાં આવી હતી અને ૧૯૦૫માં (બંગ ભંગ ચળવળ) સાથે રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાની એક વિશાળ લહેર શરૂ થઈ હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૦માં બ્રિટિશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી હતી અને અંતે, ભારતે ૧૯૪૭માં તેની સ્વતંત્રતા હાંસલ કરી લીધી હતી. સમાજના લગભગ દરેક વર્ગે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો અને આઝાદી પછી, ભારત સરકારે લગભગ દરેક વ્યક્તિના યોગદાનને સન્માનિત કર્યું હતું. ઇસ્લામ એ ભારતમાં બીજા નંબરનો સૌથી મોટો ધર્મ છે અને સ્વાતત્રતા પહેલાના વર્ષો દરમિયાન હજારો મુસ્લિમો હિંદુઓ સાથે મળીને લડ્યા હતા પરંતુ સમય જતાં, મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓના નામ ઇતિહાસ તેમજ પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ભારતના ભાગલા અને પાકિસ્તાનની રચના માટે પણ મુસ્લિમોને દોષી ઠેરવવામાં આવે છે. આઝાદીના ૭૦ વર્ષ પછી, જો આપણે ભારતના ત્રણ મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ વિશે કોઈને પૂછીએ, તો મોટાભાગના લોકો આ પ્રશ્નનો જવાબ આપી શકશે નહીં. ઈતિહાસના પાઠ્ય પુસ્તકોમાં પણ અશફાકુલ્લા ખાન, સર સૈયદ અહમદ ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન, મૌલાના અબુલ કલામ આઝાદ અને અન્ય કેટલાક નેતાઓ જેવા માત્ર કેટલાક નેતાઓને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે મેં ગૂગલ પર સર્ચ કર્યું ત્યારે ભાગ્યે જ કેટલીક વેબસાઇટ્‌સ હતી જે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની વિગતવાર યાદી આપે છે અને વિકિપીડિયા પેજ પણ જ્યારે મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ માટે સર્ચ કરવામાં આવે ત્યારે કોઈ પરિણામ દર્શાવતુ નથી. તો હવે સવાલ એ થાય છે કે આ માટે કોઈ ચોક્કસ ડેટા કેમ નથી અથવા એ સાચું છે કે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુસ્લિમોનું યોગદાન ઘણું ઓછું છે ? મેં ભારતીય સ્વતંત્રતા ચળવળને લગતી વિવિધ યાદીઓ, વેબસાઇટ્‌સ, પુસ્તકો અને સામયિકો શોધવાનું શરૂ કર્યું અને અંતે ભારતના મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓની યાદી સામે આવી હતી. હું આશા રાખું છું કે આ લેખ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મુસ્લિમોના યોગદાન વિશેની ખોટી દંતકથાઓને રદિયો આપશે અને જેઓ સ્વતંત્રતા ચળવળને ધર્મ અને જાતિના લેન્સથી પણ જુએ છે તેમને યોગ્ય માર્ગદર્શન આપશે.
મોહમ્મદ અબ્દુર રહેમાન : મોહમ્મદ અબ્દુર રહેમાનનો જન્મ વર્ષ ૧૮૯૮માં કેરળના ત્રિશૂર જિલ્લામાં થયો હતો. તેમણે વેણીયમબાડી અને કાલિકટમાં તેમનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને બાદમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ તેમણે તેમનો અભ્યાસ બંધ કરી દીધો અને મલબારમાં બિન-સહકાર ચળવળ અને ખિલાફત ચળવળમાં જોડાયા હતા. ૧૯૨૧ના વિનાશક મોપલાહ રમખાણો પછી, મોહમ્મદ અબ્દુર રહેમાને રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા માટે કામ કર્યું હતું પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમણે મીઠાના સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો અને કન્નુર સેન્ટ્રલ જેલમાં નવ મહિનાની સખત કેદની સજા ભોગવી હતી. તેમણે ૧૯૨૯-૧૯૩૯ દરમિયાન કાલિકટમાં અલ-અમીન નામથી એક અખબાર પ્રકાશિત કર્યું અને અખબારનો ઉદ્દેશ્ય સ્વાતંત્ર્ય ચળવળને મજબૂત કરવાનો અને મલબારના મુસ્લિમોમાં રાષ્ટ્રવાદને ઉત્સાહ આપવાનો હતો. તેઓ કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (દ્ભઁઝ્રઝ્ર)ના પ્રમુખ બન્યા અને છેલ્લે ૧૯૩૯માં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (છૈંઝ્રઝ્ર)ના સભ્ય બન્યા હતા. તેમણે મુસ્લિમ લીગની દ્વિ-રાષ્ટ્ર થિયરીનો વિરોધ કર્યો અને મુસ્લિમ જનતાને દ્વિ રાષ્ટ્ર સિદ્ધાંત વિરુદ્ધ એકત્ર કર્યા હતા. મલબારમાં મુસ્લિમ લીગ પાર્ટી દ્વારા તેમને હેરાન કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે ભારતના વિભાજન સામે મુસ્લિમોમાં જાગૃતિ ફેલાવી હતી. તેઓ સુભાષચંદ્ર બોઝના પ્રબળ પ્રશંસક હતા અને બાદમાં સુભાષચંદ્ર બોઝ દ્વારા રચાયેલા ફોરવર્ડ બ્લોકમાં જોડાયા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ૧૯૪૦થી ૧૯૪૫ સુધી ફરી જેલમાં ગયા હતા અને જેલમાંથી છૂટ્યા બાદ તેમણે સ્વતંત્રતાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. કોડિયાથુર ખાતે જાહેર સભાને સંબોધિત કર્યા બાદ ૨૩ નવેમ્બર ૧૯૪૫ના રોજ તેમનું અવસાન થયું હતું. ભારતના હજારો મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા જેમણે ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો પરંતુ અપૂરતા ડેટાને કારણે, અમે અહી બધા નામ સામેલ કરવામાં અસમર્થ છીએ. ઉપરોક્ત યાદીમાં સ્વતંત્રતા ચળવળમાં સામેલ થયેલા મુસ્લિમ સ્વાતંત્ર્ય સેનાનીઓના અંશનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, ઘણી વેબસાઈટ પર ભારતના સ્વાતંત્ર્ય સેનાની તરીકે મોહમ્મદ અલી-જિન્નાહ અને અન્ય પાકિસ્તાન તરફી નેતાઓનું નામ પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જે અમારા મતે એ નેતાઓને શ્રદ્ધાંજલિ આપવાનો યોગ્ય માર્ગ નથી જેમણે અખંડ ભારત માટે પોતાનો જીવ આપ્યો હતો. ઉપરાંત, આ લેખ તમારા બધા મિત્રો સુધી પહોંચાડવા અમારી નમ્ર વિનંતી છે કે જેથી કરીને અમે એ માન્યતાનું ખંડન કરી શકીએ કે મુસ્લિમોએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો ન હતો. જો અમારા કોઈપણ વાચકો ભારતના કોઈપણ એવા મુસ્લિમ સ્વતંત્રતા સેનાનીઓ વિશે જાણતા હોય જેમનું નામ આ સૂચિમાં સામેલ નથી, તો કૃપા કરીને અમને મેઇલ અથવા ટિપ્પણીઓ દ્વારા ડેટા પ્રદાન કરો અને અમે આ લેખને વધુ વિસ્તૃત કરીને રજૂ કરીશું.
(ક્રમશઃ) (સૌ.ઃ નોલેજ ઓફ ઇન્ડિયા.કોમ)