Muslim Freedom Fighters

આઝાદીની લડત ફરજિયાત હોવા અંગે ફતવો

-(મૌલાના) ઇકબાલહુસૈન બોકડા

ભાગ-૩

આ દરમ્યાન મહાન મુસ્લિમ વિદ્વાન અને ૧૮૫૭ના ક્રાંતિકારી નેતા મુફતી ઈકરામુદ્દીન તથા અન્ય ઉલમાએ એક ધાર્મિક ફતવો બહાર પાડસો, ફતવામાં તેમણે બ્રિટીશ શાસન વિરૂદ્ધ જેહાદ ફરજિયાત હોવાની જાહેરાત કરી. ફતવાના કેટલાક અંશો પ્રમાણે છે.

મજકૂર પરિસ્થિતિમાં જો શહેરના લોકો મુકાબલો કરવા સક્ષમ હોય તો તેમના ઉપર જેહાદ ફરજિયાત છે. હાલમાં શહેરના લોકોને લશ્કરની મદદ તથા હથિયારો પ્રાપ્ત થવાથી તેઓ મુકાબલો કરવા અને લડવાની શક્તિ ધરાવે છે. આથી નિઃશંક તમામ લોકો ઉપર જેહાદ ફરજિયાત (ફર્ન ઐન) છે….જો દુશ્મન અન્ય શહેરો પર હુમલો કરવાની, કત્લેઆમ કરવાની કે લૂંટમાર કરવાની યોજના ઘડે તો તે શહે૨વાળાઓ ઉ૫૨ પણ તેમની શક્તિ મુજબ ફરજિયાત લેખાશે.”

આ ફતવા ઉપર મૌલ્વી અબ્દુલ કાદિર, કાઝી ફૈઝ અહેમદ બદાયુની, મૌલાના રહમતુલ્લાહ, ડો.વઝીર અકબરાબાદી, મૌલ્વી મુબારકઅલી રામપુરી અને મુફ્તી સદરૂદ્દીન સહિત અનેક ઉલમાએ હસ્તાક્ષર કરી વેહાદને સમર્થન આપ્યું.

ફતવાને સમર્થન આપતાં અન્ય એક ક્રાંતિકારી નેતા મૌલાના ફઝલે હક ખરાબાદી લખે છે કે,

‘ગામડાઓ, નગરો અને શહેરોના કેટલાક બહાદૂર મુસલમાનોનું જૂથ અંગ્રેજો વિરૂદ્ધ જંગે ચડયું છે. તેમણે આ અગાઉ કેટલાક અલ્લાહથી ડરનાર ઉલમા (વિદ્વાનો)પાસે આ અંગે ફતવો પ્રાપ્ત કર્યો છે.’

ઉલમાના આ ફતવાને ખૂબ વિશાળ સંખ્યામાં લોકપ્રતિસાદ સાંપડ્યો. પરિણામે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લડતને સમર્થન આપ્યું અને દેશના વિવિધ ભાગોમાં સિપાઈઓ અને આમ જનતાએ બ્રિટિશ શાસન વિરૂદ્ધ યુદ્ધ શરૂ કર્યું. મે મહિનાની ૧૩મીએ ફિરોઝપુરમાં, ૨૦મીએ અલીગઢમાં, ૨૧મીએ નવશેરવાં(પંજાબ)માં, ૨૩મીએ ઈટાવામાં, ૨૫મીએ રૂ૨કીમાં, ૩૦મીએ મથુરા અને લખનૌમાં, ૩૧મીએ બરેલી અને શાહજહાંપુરમાં, ૧લીજૂને મુરાદાબાદમાં, ઉજી જૂને આઝમગઢમાં, ૪થી જૂને બનારસ અને કાનપુરમાં, ૬ઠ્ઠી જૂને અલ્હાબાદમાં, ૭મી જૂને ફૈઝાબાદમાં અને દેશના વિવિધ સ્થળોએ ક્રાંતિની જ્વાળાઓ ફેલાવવા લાગી. જ્યારે રોહીલાખંડનો યુવાન ક્રાંતિકારી જનરલ બન્નખાન પોતાનું લશ્કર લઈને દિલ્હી પહોંચ્યો તો બહાદુર શાહે જંગનું સંચાલન બન્નખાનને સોંપીદીધું. તેમણે લશ્કરને વ્યવસ્થિત અને સંગઠિત કર્યું. તેમણે પોતાના સિપાઈઓને છ માસનું વેતન એડવાન્સ ચૂકવી દીધું. બહાદુરશાહે જનરલ બન્નખાનના સુવ્યવસ્થિત સંચાલનથી ખુશ થઈને તેને ‘‘ફરૢદૌલા” અને લોર્ડ ગવર્નર બહાદુ૨’નો ખિતાબ આપ્યો.

મુગલ શાસકો પ્રારંભથી જ હિન્દુ-મુસ્લિમ એકતા સ્થાપિત રાખવા સતત પ્રયત્નશીલ રહેતા હતા, કારણ કે તેઓ પોતાને સમગ્ર ભારતના અને ભારતની તમામ કોમોના શાસક માનતા હતા. વિપ્લવ દરમ્યાન પણ એકતા સુદૃઢ બને તે માટે બહાદુરશાહે ખૂબ ઉમદા વ્યવસ્થા કરી. તેમણે પોતાના શાસન હેઠળના વિસ્તારોમાં ગાયની હત્યા પર પાબંદી મૂકી દીધી. એ વર્ષે પહેલી ઓગસ્ટના દિવસે બકરી ઈદ હતી. બલિદાનના આ શુભ તહેવા૨ના પ્રસંગે બાદશાહે પોતે પણ ઊંટની કુરબાની કરી. બીજી તરફ કાનપુરના શાસકે પણ કોમી એકતા સ્થાપિત કરવાના પ્રયત્ન કર્યા. તેમણે મુગલ શાસનના તમામ નિયમો પોતાના રાજ્યમાં લાગુ કર્યા. દા.ત.શુક્રવારની સરકારી રજા, સરકારી કાગળોમાં હિજરી વર્ષનો ઉપયોગ, બિસ્મિલ્લાહથી સરકારી કાગળોની શરૂઆત વગેરે.

આમ, ઉલમાના સક્રિય સભર્થન અને બાદશાહના પીઠબળથી દિલ્હીમાં અંગ્રેજો વિરૂદ્ધ જોરદાર લડત ચલાવવામાં આવી. આમ લોકો વિશાળ સંખ્યામાં જંગમાં ઉત્સાહભેર જોડાયા. તમામ સિપાઈઓને ઉલમા તરફથી શપથપત્રો આપીને લેખિત શપથ લેવડાવવામાં આવ્યા કે તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી અંગ્રેજો વિરૂદ્ધ લડતા રહેશે, સિપાઈઓની કુલ સંખ્યા ૮0,000 હતી. દિલ્હીમાં અંગ્રેજ ફોજ અને બખખાનના ભારતીય લશ્કર વચ્ચે અનેક મોરચે લડાઈઓ થઈ.

તમામ પ્રારંભિક લઈડાઈઓમાં બન્નખાનના લશ્કરને સફળતા મળી. વિલિયમ ફોર્સના મત મુજબ ‘‘વિપ્લવકારીઓએ તમામ ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠ ક્ષમતાઓ પુરવાર કરી. તેમણે ૩૬ હુમલા કર્યા. દરેક હુમલો ખૂબ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ હતો.’ ચાર્લ્સ પોલ નોંધે છે કે “દુશ્મનોએ એક-એક ફુટ જમીન માટે જોરદાર લડત આપી અને ખૂબ હિંમતપૂર્વક એક પછી એક સ્થળ પર વિજય મેળવતા ગયા.

બન્નખાનની ફોજે દિલ્હીમાં ૧૯મી સપ્ટેમ્બર સુધી અંગ્રેજોને જોરદાર લડત આપીને તેમના દાંત ખાટા કરી દીધા પરંતુ અંતે અંગ્રેજો રાજકુમાર મીર્ઝા મુગલને ફોડીને પોતાના પક્ષે કરવામાં સફળ થયા. આથી તેમને કિલ્લાની તમામ ગુપ્ત વાતો ચમનલાલ અને બાલમુકુન્દના માધ્યમથી પ્રાપ્ત થવા લાગી.

આમ છતાં ઈતિહાસકારો જનરલ બન્નખાનના નેતૃત્વને દાદ આપે છે કે તેના લશ્કરે સપ્ટેમ્બરના મધ્ય સુધી અંગ્રેજોનો શૌર્યપૂર્ણ મુકાબલો કર્યો. ઈતિહાસકાર મૌલાના મુહમ્મદમિયાં લખે છે કે, ‘પરિસ્થિતિ જ્યારે આવી હોય ત્યારે હાર નિશ્ચિત હોવામાં કોઈ શંકા નથી. નવેમ્બરમાં જે પીછેહઠ અને તબાહી થઈ તે આશ્ચર્યજનક નથીઃ પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે સતત ચાર મહિના સુધી એવો શાનદાર મુકાબલો કરવામાં આવ્યો કે અંગ્રેજ ફોજના છક્કા છૂટી ગયા. આ મુશ્કેલીઓ અને રાત દિવસના અજંપા દરમ્યાન તેમના બે કમાન્ડર માર્યા ગયા અને ત્રીજાએ રાજીનામું આપવું પડ્યું.’

અંતે જ્યારે ૧૯મી સપ્ટેમ્બરે અંગ્રેજ લશ્કર લાલ કિલ્લાની નજીક આવવા લાગ્યું તો પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ. સમકાલીન ઈતિહાસકાર ઝહીર આંખે જોયો અહેવાલ વર્ણવતાં લખે છે કે, ‘‘કાશ્મીરી દરવાજાના ગુંબજથી કાબુલી દરવાજાના ગુંબજ સુધી અને લાહોરી દરવાજાના ગુંબજથી ફરાસખાના ગુંબજ સુધી તોપો ચઢાવેલી હતી. રાત-દિવસ સામસામે ગોળા વરસાવવામાં આવતા હતા. સેલ અને બોંબના ગોળા ફાટતા હતા તો તેના સેંકડો ટુકડા ઉડતા હતા. સાત માળનું મકાન હોય તો પણ તે ધરાશાયી થઈ જતું અને બધું જ વિનાશ પામતું. જો ગોળો જમીન પર પડે તો જમીનમાં ધસી જઈને ફૂટતો અને આસપાસના તમામ મકાનો ઉડાવી દેતો. જાણે ખુદાનો પ્રકોપ હતો. દસ દસ ગોળા કાગળની જેમ ઉડીને એક સામટા આવતા હતા.

૧૪મી સપ્ટેમ્બરે કાશ્મીરી ગેટ ઉડાવી દેવામાં આવ્યો અને અંગ્રેજ ફોજ શહેરમાં ઘૂસી ગઈ. ૧૯મી સપ્ટેમ્બરે બાદશાહે લાલ કિલ્લો છોડીને હુમાયુના મકબરા ખાતે આશ્રય લેવો પડયો.

જનરલ બાખાને બાદશાહને સમજાવ્યા કે આ તો માત્ર એક શહેર હાથમાંથી ગયું છે. આ નિષ્ફળતા નિર્ણાયક નથી. સમગ્ર દેશ તમને આવકારવા તૈયાર છે. આપણે બીજા શહેરમાં જઈને લડત ચલાવીએ. પરંતુ બાદશાહ માન્યા નહીં. અંતે બાખાન પોતાનું લાવેલું લશ્કર લઈને યમુના પાર રોહીલાખંડ પહોંચ્યો. આ બહાદુર જનરલની યુદ્ધ કળાની અન્ય તમામ આવડતો બાજુ પર રાખીએ તો પણ તેનું સંચાલન ખૂબ જ વ્યવસ્થિત હતું. તે જ્યારે દિલ્હી આવ્યો ત્યારે પોતે જે લશ્કર સાથે લઈને આવ્યો હતો તેના તમામ સિપાઈઓને અગાઉથી છ માસનું વેતન ચૂકવી દીધું હતું. અન્ય ખર્ચ પેટે ચાર લાખ રૂપિયા પોતાની સાથે લઈને આવ્યો હતો. આમ, તેણે પોતાની ફોજનો કોઈ જ ખર્ચ સરકારી ખજાના પર કે દિલ્હીવાસીઓ પર પડવા દીધો નહીં અને શૌર્યપૂર્ણ મુકાબલા પછી હેમખેમ પોતાના લશ્કરને લઈને પાછો નીકળી ગયો.

વૃદ્ધ બહાદુર શાહ ઝફર પોતે ૧૪મી સપ્ટેમ્બર ૧૮૫૭ના દિવસે લાલ કિલ્લાની બહાર અંગ્રેજ લશ્કર વિરૂદ્ધ લડયા એ ભારતીય ઈતિહાસનું એક યાદગાર દેશ્ય હતું. અંતે અંગ્રેજોની વિજય કૈચ જોતા બાદશાહે હુમાયુંના મકબરા ખાતે પનાહ લેવી પડી. ૨૧મી સપ્ટેમ્બરે અંગ્રેજ લશ્કરે હુમાયુના મકબરા પર વિજય મેળવીને બાદશાહ બહાદુરશાહ તથા બેગમ ઝીનત મહલને કેદ કર્યા. રાજ પરિવારના અનેક સભ્યોને અંગ્રેજોએ નિર્દયતાપૂર્વક રહેંસી નાખ્યા. અંગ્રેજ કમાન્ડર જનરલ હડસને બહાદુરશાહ ઝફરના પુત્ર મિર્ઝા મુગલ ખિઝરખાન અને પૌત્ર મિર્ઝા અબુબક્રની નિર્દયતાપૂર્વક હત્યા કરાવીને તેમના માથા બહાદુરશાહને મોકલ્યા અને એવું કહેવડાવ્યું કે, ‘આ માથા તમને કંપની તરફથી ભેટ આપવામાં આવે છે. બાદશાહે બંનેના માથા જોઈને કહ્યું કે, ‘‘ખુદાનો આભાર ! મારા પુત્રો શાબાશ ! તૈમૂરની ઔલાદ આવી શુર-વીરતા દેખાડીને જ પિતા સમક્ષ આવે છે.” પાપી અંગ્રેજો બહાદુરશાહ માટે પણ ખરાબ ઈરાદો ધરાવતા હતા. પરંતુ ભારે દબાણને લીધે અને વ્યાપક બળવો ફાટી નીકળવાના ડરથી તેમણે પોતાનો દુષ્ટ ઈરાદો પડતો મૂકયો અને બહાદુરશાહને બર્માના રંગૂન ખાતે દેશ નિકાલ કર્યા. ત્યાં તેઓ સતત વતનની યાદમાં ઝૂરતા રહીને અંતે ઈ.સ.૧૮૬૨માં મૃત્યુ પામ્યા.

કીતના બદનસીબ હૈ ‘ઝફર’દફન કે લિએ,

દો ગઝ ઝમીં ભી ન મિલી, ધૂએ યાર મેં.

અવધમાં ૧૯૫૭ની લડત

અંગ્રેજો વિરૂદ્ધ જંગનું અન્ય મહત્ત્વનું કેન્દ્ર અવધ હતું. કંપની સરકારે ઈ.સ.૧૯૫૬માં ખાલસાનીતિ દ્વારા અવધને પોતાના શાસનમાં સમાવી લીધું. ઘણાં લેખકો આ ઘટનાનવિપ્લવના સૌથી મહત્તવના કારણોમાંથી માને છે, કેમ કે કંપનીના લશ્કરના ૭૫ ટકા સિપાઈઓનું વતન અવધ હતું. The Sepoy Revoltના લેખક મેકડોનાલ્ડ લખે છે કે એક રાજ્ય (અવધ) ની સત્તા આંચકી લેવામાં આવી તો માત્ર અવધ જ નહીં, સમગ્ર ઉત્તર ભારતના મુસલમાનોમાં ગુસ્સાની લહેર વ્યાપી ગઈ.

અવધમાં લડતના મુખ્ય આગેવાન પદભ્રષ્ટ શિયા નવાબ વાજિદઅલીના પત્ની બેગમ હઝરત મહલ હતા. બીજી જુલાઈ ૧૮૫૭ના દિવસે જેહાદીઓએ રેસીડેન્સીને ઘેરી લઈને લોરેન્સની હત્યા કરી અને નવાબ વાજીદઅલીના સગીર વયના પુત્ર બિરજીસ કદ્રને અવધના સત્તાધીશ જાહેર કર્યા. તેના તરફથી સત્તાનો હવાલો બેગમ હઝરત મહલે સંભાળ્યો. તેમણે મે ૧૮૫૮ સુધી એટલે કે લગભગ ૧૦ માસ ૨ સુધી અંગ્રેજોનો જોરદાર મુકાબલો કર્યો. સત્તા પ્રાપ્ત કર્યા પછી તેમણે તરત જ બિરજીસ કદ્રના નામથી આ ફરમાન બહાર પાડયું :

બેગમ હઝરત મહલનું જાહેરનામું:

“તમામ હિન્દુઓ અને મુસલમાનો જાણે છે કે ચાર વસ્તુઓ દરેકને પ્રિય હોય છે. પ્રથમ દીન-ધર્મ, દ્વિતીય આબરૂ-સન્માન, તૃતીય જાન અને ચોથું ધન. આ ચારેય વસ્તુઓ ભારતીયોના શાસનમાં સુરક્ષિત છે, આ ભારતીય શાસનમાં કોઈદીન-ધર્મના પાલનમાં કોઈ પ્રકારની અડચણ કે રૂકાવટ નથી. દરેક પોતાનો ધર્મ પાળી શકે છે. …અંગ્રેજો આ ચારેય બાબતોના શત્રુ છે.તેઓ હિન્દુ અને મુસલમાનોના ધર્મનો નાશ કરવા ઈચ્છે છે. તેઓ ઈચ્છે છે કે તમામ લોકો ખ્રિસ્તી બની જાય. તેઓ તમામ ભારતીયોને, અહીં સુધી કે નવાબો અને રાજાઓને પણ અપમાનિત કરે છે. તેઓ જ્યાં જાયે છે ત્યાંના માનવંતા લોકોને ફાંસી આપે છે, પુરૂષો અને બાળકોને મારી નાંખે છે અને સ્ત્રીઓને તેમના લશ્કર દ્વારા બેઆબરૂ કરવામાં આવે છે. તેઓ તમામ ધન-સામાન લૂંટી લે છે…માટે તમામ હિન્દુઓ અને મુસલમાનોને જણાવવામાં આવે છે કે દીન-ધર્મ, ઈજ્જત- આબરૂ, જાન અને માલનું રક્ષણ કરે. જે પણ ઈચ્છે તે અંગ્રેજો વિરૂદ્ધ લડવા એકતા સાધીને ભારતીય લશ્કર સાથે જોડાઈ જાય. સરકાર તરફથી તેમને સહાય અને ભરણ-પોષણનો ખર્ચ આપવામાં આવશે.”

બેગમ હઝરત મહલે ખૂબ વીરતાપૂર્વક અંગ્રેજોનો મુકાબલો કર્યો. આવશ્યક્તાઓ હોય ત્યારે તેઓ પોતે યુદ્ધના મેદાનમાં જતાં અને સિપાઈઓને પ્રોત્સાહન આપતાં. જનરલ હડસન કે જેણે બહાદુરશાહના અનેક કુટુંબીજનોની હત્યા કરી હતી, તે દિલ્હીના પતન પછી લખનૌ પહોંચ્યો તો બેગમના લશ્કરે તેની ધરપકડ કરી. બેગમ હઝરત મહલે તરત જ કોઈ ખચકાટ વગર તેને ફાંસીની સજા આપી. બેગમ હઝરત મહલ સિપાઈઓને ખૂબ પ્રોત્સાહન આપી તેમને અંગ્રેજો વિરૂદ્ધ જુસ્સાથી લડવા પ્રેરતા હતા.

કાનપુરના પરાજય પછી તાત્યા ટોપે લખનૌ પહોંચ્યા તો બેગમે તેમને શીશ મહલમાં આશ્રય આપ્યો. તેમને અગીયાર તોપોની સલામી આપવામાં આવી. બેગમે તેમનું સન્માન કરીને તેમને ઈનામ આપ્યું. આમ, બેગમ હઝરત મહલ હિન્દુ-મુસ્લિમ તમને સમાન દૃષ્ટિથી જોતા હતા. આલમબાગની લડાઈમાં અસાધારણ વીરતા દેખાડવા બદલ તેમણે રાજા માનસિંહને શાલ ઓઢાડીને નવાજ્યા અને ‘ફરઝંદે ખાસ’નું બિરૂદ આપ્યું.

બેગમ હઝરત મહલને યોગ્ય સલાહ આપવા અને સિપાઈઓને માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપવા લખનૌમાં મૌલવી અહમદુલ્લા, મુહમ્મદ અલી ઉર્ફે જીમી ગીરન, મૌલાના ફઝલે હક ખૈરાબાદી જેવા મહાન નેતાઓ મોજૂદ હતા. શાહગંજના રાજા માનસિંહ પણ ૯૦૦૦ સિપાઈઓની ફોજ લઈને બેગમના લશ્કર સાથે જોડાયા હતા.

અવધનો મુકાબલો અંગ્રેજો માટે ખૂબ મુશ્કેલ નીવડયો. સ્વયં માર્શમેન સ્વીકરે છે કે ‘‘લખનૌમાં વિપ્લવકારીઓએ જે સંરક્ષણ યુદ્ધ લડવું તે એટલું ભયાનક હતું કે કયારેય અંગ્રેજ લશ્કરને એવો સામનો કરવો પડયો નથી. બેગમ હઝરતના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનના લીધે વિપ્લવકારીઓ હંમેશા જોશમાં રહેતા હતા. બેગમ અસાધારણ રીતે ચુસ્ત અને ખૂબ સક્રિય મહિલા હતા. તેઓ તમામ મુકાબલાના સંચાલક હતા.                      (ક્રમશઃ)