HatredInjustice

‘તેઓનો પીછો કરવામાં આવ્યો હતો’ : છત્તીસગઢમાં ભેંસોને લઈને જતાં મુસ્લિમ વ્યક્તિઓ પર હુમલો : બેનાં મૃત્યુ અને એક ગંભીર રીતે ઘાયલ

આ હુમલામાં ૨૩ વર્ષીય મુસ્લિમ પશુ ટ્રાન્સપોર્ટર ચાંદમિયા અને અન્ય ૩૫ વર્ષીય મોહમ્મદ તહસીનની હત્યા કરવામાં આવી હતી

(એજન્સી) તા.૮
છત્તીસગઢના રાયપુર જિલ્લામાં ચાંદ મિયાંના પિતરાઈ ભાઈ શોએબે કહ્યું કે, ચાંદે મને લગભગ ૨ વાગ્યે ફોન કર્યો અને મને કહ્યું કે ટોળા દ્વારા તેમના પર હુમલો કરવામાં આવી રહ્યો છે, અને તેનો ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. ૨૩ વર્ષીય ચાંદ મિયાં, ૩૫ વર્ષીય ગુડ્ડુ ખાન બંનેની એક કથિત હુમલામાં હત્યા થઈ છે અને ૨૩ વર્ષીય સદ્દામ કુરેશીને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમણે કહ્યું કે, લગભગ એક કલાક પછી, સદ્દામે મારા મિત્ર મોહસીનને ફોન કર્યો, અને તે મદદ માટે રડતો અને પાણી માટે ભીખ માંગતો હતો. ચાંદ મિયાં રાયપુરના અરંગ વિસ્તારમાં ૩૦ ફૂટ ઊંચા પુલની નીચે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગાયની તસ્કરીની શંકામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા તેમની ટ્રકનો કથિત રીતે પીછો કરવામાં આવ્યો હતો. આ ત્રણેય શખ્સોએ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના એક ગામમાંથી ભેંસો લીધી હતી અને ઓડિશાની પશુ બજાર તરફ જતા હતા. ગુડ્ડુ અને સદ્દામને મહાસમુંદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુડ્ડુનું મૃત્યુ થયું હતું જ્યારે સદ્દામ હાલમાં રાયપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ (હત્યાની કોશિશ માટે સજા) અને ૩૦૪ (હત્યા અને માનવહત્યા) હેઠળ અજાણ્યા લોકો સામે હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. ચાંદ અને સદ્દામ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના હતા અને તેઓ પિતરાઈ ભાઈ હતા અને ગુડ્ડુ શામલી જિલ્લાના રહેવાસી હતા. અરંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહાનદી પર ૩૦ ફૂટ ઊંચા પુલ નીચે પડેલા ચાંદ મિયાંનો મૃતદેહ બહાર કાઢ્યો. તેઓને ગુડ્ડુ અને સદ્દામ પણ ગંભીર રીતે ઘાયલ જોવા મળ્યા હતા. આ કેસમાં પંચનામાની કાર્યવાહી હાથ ધર્યા પછી, એવું જાણવા મળ્યું હતું કે પીડિતોનો અજાણ્યા લોકો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો, જેમણે તેમને મહાનદી પરના પુલ પર રોક્યા હતા અને ઘાતક હુમલો કર્યો હતો. રાયપુરના અધિક પોલીસ અધિક્ષક કિર્તન રાઠોરે જણાવ્યું હતું કેઃ અત્યાર સુધી, અમને એ જાણવા મળ્યું છે કે આ ત્રણેય ભેંસો લઈને ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમનો પીછો કરવામાં આવી રહ્યો હતો. પરંતુ બ્રિજ પર કોઈ સીસીટીવી ન હોવાથી અમારી પાસે કોઈ પુષ્ટિ નથી કે તેઓને માર મારવામાં આવ્યા હતા, અથવા તેઓ ડરથી કૂદી ગયા હતા. પોલીસ સૂત્રોએ દાવો કર્યો હતો કે આ એક આયોજિત હુમલો હતો કારણ કે આ ત્રણેયના માર્ગ પર ખીલાઓ રાખવામા આવ્યા હતા. ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં તીક્ષ્ણ ખીલીઓ જપ્ત કરવામાં આવી હતી, અને આ કારણે જ ટ્રકના ટાયર ફાટી ગયા હતા, અને વાહનને રોકવાની ફરજ પડી હતી. રાઠોડ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંતોષ સિંહના નેતૃત્વમાં એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે, જેથી આરોપીઓની વિગતવાર તપાસ, ઓળખ અને ધરપકડ કરવામાં આવે. ચાંદ મિયાંના પિતરાઈ ભાઈ શોએબે દાવો કર્યો હતો કે સદ્દામનો તેના મિત્ર મોહસીનને કોલ લગભગ ૪૭ મિનિટ સુધી ચાલ્યો હતો, પોલીસ કર્મચારીઓએ કોલ ઉપાડ્યો અને તેમને મૃત્યુ વિશે જાણ કરી. આ મામલે મોતના કારણની પુષ્ટિ કરવા માટે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. મૃતદેહો અને ઇજાગ્રસ્ત સદ્દામના શરીર પર દેખાતી ઈજાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે કહ્યું કેઃ અમે ઈજાઓ અને મૃત્યુના પ્રકાર અને કારણની પુષ્ટિ કરી શકતા નથી. ત્રણેય ૩૦-ફૂટ ઊંચા પુલની નીચે મળી આવ્યા હોવાથી, અમે ઇજાઓ વિશે ટિપ્પણી કરી શકતા નથી. અમે ડૉક્ટરોના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.