Injustice

દિલ્હી હુલ્લડ કેસોમાં જામીન : પોલીસની નિષ્ક્રિયતા અને પોતાના વિરૂદ્ધ કોઈ પૂરાવા વિના જેલ ભોગવનાર નિર્દોષ લોકોની વાર્તા

દિલ્હી રમખાણોના આરોપી શખ્સને અપાયેલ જામીન માટે તેઓને ઘણો ખર્ચ આવ્યો છે. તેમના ખર્ચ પછી જ્યારે તેઓ બહાર આવે છે ત્યારે તેઓને વધુ તકલીફો પડે છે અને તેઓને જેલમાં રાખવાના પોલીસના પૂરાવા તેમને ગુના સાથે જોડતા પણ નથી. આ ન્યાયિક આદેશોમાં નોંધાયેલી ખામીપૂર્ણ તપાસ અને અપૂરતા પૂરાવા સાબિત કરે છે કે, હકીકત એ છે કે આરોપીઓની લાંબી અટકાયત એ  આપણાં ‘ન્યાયતંત્રની ખામી’ છે અને નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. કેટલાક લોકોની સ્વતંત્રતા સુરક્ષિત થઈ શકે તે દરમિયાન, સંસ્થાકીય ભૂલોના મોટા મુદ્દાઓ, જે પ્રથમ સ્થાને ન્યાયતંત્રની અગવડતા તરફ દોરી જાય છે અને તે નિર્દોષ લોકો માટે ભયાનક દુઃસ્વપ્ન બની જાય છે.

૧૬ માર્ચ ૨૦૨૧ના રોજ, દિલ્હી હાઈકોર્ટે દિલ્હી રમખાણોને લગતી એફઆઈઆરમાં ચાર લોકો – અરશદ કય્યુમ, ગુલ્ફામ, ઇર્શાદ અહમદ અને લિયાકત અલીને જામીન આપ્યા હતા. આ ચારેય આરોપીઓને આ રાહત આપતી વખતે, ન્યાયાધીશ સુરેશ કૈટની સિંગલ જજની બેંચે દિલ્હીના રમખાણોના કેસોમાં બહુવિધ જામીન હુકમોમાં જે રીતે વર્ણન દેખાય છે તે આધારને આધાર બનાવીને પોતાનો ચુકાદો આપ્યો હતો – જેમાં દરેક કેસોમાં એવું કહેવામાં આવે છે કે આરોપીને ઘટના સાથે જોડતા કોઈ ગુના/સીસીટીવી પુરાવા નથી અને આવા કેસોમાં અસામાન્ય રીતે પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી છે.

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સુરેશ કૈટે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે “કોર્ટ કાયદો અને વ્યવસ્થાની સારી સમજ હોવા છતાં, રમખાણા ેનો સાક્ષી હોય તેવા પોલીસ અધિકારીઓ દ્વારા કોઈ પીસીઆર બોલાવવામાં આવી નથી કે ડીડી એન્ટ્રી પણ કરી નથી અને દિલ્હી પોલીસ તે સમજવામાં નિષ્ફળ રહી છે.”

આ એફઆઈઆરમાં પોલીસની કથા

ફરિયાદીનો કેસ મુખ્યત્વે પુરાવાના ત્રણ ભાગ પર આધારિત હતોઃ

પ્રથમ એ કે પોલીસ કોન્સ્ટેબલ સંગ્રામસિંહનું નિવેદન જેણે એવું કહ્યું હતું કે તેણે તાહિર હુસેનની ટેરેસ પર હાજર એક આરોપીને જોયા છે અને તેણે તેના સાથીદારોની ઓળખ આપી હતી અને તોફાનીઓનાં ટોળાને “અન્ય સમુદાયના લોકો પર પથ્થરમારો કરવા ઉશ્કેર્યા હતા.”

બીજું એ કે આરોપીના કોલ ડેટા રેકોડ્‌ર્સ અને સંબંધિત વીડિયો પુરાવા રજૂ કરતાં ફરિયાદીએ એવો દાવો કર્યો હતો કે સીડીઆર બતાવે છે કે આ આરોપી ઘટના સ્થળે હાજર હતો.

ત્રીજું એ કે હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ અને હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રના નિવેદનો, જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે અરશદ કય્યુમને ભારત વાટિકા પાર્કિંગના શટરના તાળા તોડતા અને તોફાનીઓને ઉશ્કેરતા જોયા હતા.

પોલીસે પોતાની દલીલ કરવા માટે ચારેય આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી અનેક એફઆઈઆર રજૂ કરી હતી અને કહ્યું હતું કે આ તોફાનોની ઘટના એ “ઊંડું ષડયંત્ર” હતું અને તેનું પરિણામ છે અને આ ચારેય શખ્સોએ તાહિર હુસેન સાથે આ કાવતરું કર્યું હતું. પોલીસે વધુમાં દલીલ કરી હતી કે કોન્સ્ટેબલો, જેઓ પ્રત્યક્ષદર્શી છે, તેઓએ “અરજદારોની ભૂમિકા સ્પષ્ટપણે વર્ણવી છે.”

આ દરમિયાન આરોપી તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું હતું કે આ એફઆઈઆર નોંધવામાં ત્રણ દિવસનો અતિ વિલંબ થયો છે. તેઓએ વધુ દલીલ કરી હતી કે ફરિયાદ નોંધનાર પ્રત્યક્ષદર્શીએ એફઆઈઆરમાં આ ચારેય પૈકી કોઈ પણ આરોપીના નામનો ઉલ્લેખ કર્યો નથી. આરોપીના વકીલોએ આ કેસ પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલોના નિવેદનો, જેઓ પ્રત્યક્ષ સાક્ષી હોવાનો દાવો કરે છે, તેમના નિવેદનો આ ઘટના બન્યાના બે મહિના પછી નોંધવામાં આવ્યા હતા – આ વિલંબ માટે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. તેઓએ એવી દલીલ પણ કરી હતી કે ઉપરોક્ત કોન્સ્ટેબલોએ ૧૬ માર્ચ સુધી તેઓએ જે જોયું તેની ડીડી એન્ટ્રી પણ કરી નહોતી, જે કથિત ઘટના બન્યાના ત્રણ અઠવાડિયા પછી કરવામાં આવી છે. જામીન મેળવવા અરજદારા ેના વકીલ દ્વારા વધુ એવી દલીલ કરવામાં આવી હતી કે એવા કોઈ વીડિયો પુરાવા નથી કે જે તેમને ઘટના સ્થળ સાથે જોડે છે, ન તો પોલીસે તેમની પાસેથી કોઈ એવી વસ્તુઓની પુનઃપ્રાપ્તિ કરી છે.

પુરાવાની ગેરહાજરી

કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હાલની એફઆઈઆરમાં ખાસ કરીને આ ચાર આરોપીઓમાંથી કોઈનું નામ નથી. તેણે એ પણ નોંધ્યું છે કે તે રેકોર્ડની બાબત છે કે એફઆઈઆર નોંધવામાં ત્રણ દિવસનો વિલંબ થયો છે. જ્યારે ત્રણ પોલીસ કોન્સ્ટેબલના નિવેદનો નોંધવામાં વિલંબને ધ્યાનમાં લેતા, જેઓ પ્રત્યક્ષ સાક્ષી હોવાનો પણ દાવો કરે છે, તેણે ધ્યાનમાં લેતા કોર્ટે નોંધ્યું કેઃ

કલમ ૧૬૧ સી.આર.પી.સી. હેઠળ પ્રદીપ વર્મા, સુરેન્દ્રસિંહ અને રાજબીરસિંહ યાદવ નામના સાક્ષીઓની જુબાની. ૧૪.૦૩.૨૦૨૦ પર નોંધવામાં આવી છે અને તેમાંથી કોઈએ પીસીઆર કોલ કર્યો ન હતો કે ડીડી એન્ટ્રી થઈ ન હતી.” પોલીસના મુખ્ય પુરાવાઓમાંના એક, કોલ ડેટા રેકોર્ડના મુદ્દા પર કોર્ટે કહ્યું કે “એ વાત સાબિત થાય છે કે મુખ્ય આરોપી તાહિર હુસેનનો કોલ ડિટેઇલ રેકોર્ડ અરજદારોના કોલ રેકોર્ડ સાથે મેળ ખાતો નથી.” આ ઉપરાંત અરજદારો વિરુદ્ધ એવા કોઈ પુરાવા નથી જેમ કે સીસીટીવી ફૂટેજ, વીડિયો ક્લિપ અથવા ફોટો, જે અરજદારોને આ બનેલી ઘટના સાથે જોડવા માટે પૂરતી હોય અને તેમના કબજામાંથી કંઈપણ ગેરરીતિ પ્રાપ્ત થઈ નથી.”

આ કેસમાં કોર્ટનો આદેશ સ્પષ્ટ રીતે એવા સંકેત આપે છે કે આ બધા આરોપી વ્યક્તિઓને પુરાવા વિના એક વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું અને ઘટના સ્થળે તેમની હાજરી પણ પોલીસ સાબિત કરી શકી નથી. અદાલતે આ હકીકતની પણ નોંધ લીધી છે કે જ્યારે અરજદારોને લાંબા સમય સુધી જેલની સજા પાછળ રાખી શકાતા નથી અને તેમની સામે લગાવવામાં આવેલા આરોપોની સચ્ચાઈનું સુનાવણી દરમિયાન પરીક્ષણ કરી શકાય છે.

દિલ્હી રમખાણોના કેસોમાં જામીન ઓર્ડર્સમાં એક થીમ જોવા મળે છે.

આરોપીને જામીન આપવા દિલ્હી હાઈકોર્ટ દ્વારા લખાયેલા આદેશોમાં અનેક પુરાવાનો અભાવ અને શંકાસ્પદ રીતે પોલીસ તપાસનો અભાવ જોવા મળ્યો છે.

ફિરોઝખાનના કેસમાં ન્યાયાધીશ અનુપ જયરામ ભાંભણીએ નિરીક્ષણ કર્યું હતું કે ફરિયાદીએ એફઆઈઆર માં આરોપીની ઓળખ ક્યાંય કરી નથી.

ન્યાયાધીશ ભાંબાણીએ પોલીસના સીસીટીવી પુરાવાઓને નકારી કાઢતા કહ્યું હતું કે, આ સીસીટીવી કેમેરા ૪૦૦ મીટર દૂર બનેલી ઘટનાઓને પકડી શકે છે એ વાત શંકાસ્પદ છે.

દાનીશના કેસમાં અદાલતે એ હકીકતની નોંધ લીધી હતી કે જાહેર સાક્ષીઓમાંથી કોઈએ તેનું નામ લીધું નથી. તદુપરાંત, પોલીસ કોન્સ્ટેબલોએ તેમના મૂળ નિવેદનોમાં દાનીશનું નામ લીધું ન હતું, અને તેનું નામ તે જ કોન્સ્ટેબલો દ્વારા ૧૨ દિવસ પછી દાખલ કરાયેલા પૂરક નિવેદનોમાં જ લખવામાં આવ્યું હતું.

પોલીસે જે રીતે દાનીશનું જાહેરનામું નિવેદન લીધું હતું તેના પર પણ કોર્ટે શંકા વ્યક્ત કરી હતી. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, ‘જે માણસ ફક્ત ૧૦મુ પાસ છે તે આવું જાહેરનામું નિવેદન કેવી રીતે લખી શકે છે,’ કોર્ટે નિર્દેશ કર્યો હતો કે આ સિવાય કોર્ટે સીસીટીવી અને સીડીઆર પુરાવાઓમાંની સામાન્ય છટકબારીઓની પણ નોંધ લીધી હતી એમ કહેતાં કે આ બંનેમાંથી કોઈ પણ આરોપીને ઘટના સ્થળે જોડતો નથી.

દાનીશ, ફૈઝાન અને અન્ય ઘણા લોકોએ હાલાકી ભોગવવી પડી છે એવો આરોપ મૂકનાર વકીલ બિલાલ અનવર ખાને ક્વિન્ટને કહ્યું હતું કે પોલીસ એ જ શંકાસ્પદ સીસીટીવી અને સીડીઆર પુરાવાના આધારે સુનાવણી કોર્ટ સમક્ષ જામીન અરજીઓને પડકારવામાં સફળ રહી છે. ખાન કહે છે કે આ વીડિયો અને રેકોર્ડની ચકાસણી ફોરેન્સિક સાયન્સ લેબ દ્વારા પણ કરવામાં આવી ન હતી.

નિર્દોષ લોકોને અન્યાય થયો છે

દિલ્હી રમખાણોના આરોપી શખ્સને અપાયેલ જામીન માટે તેઓને ઘણો ખર્ચ આવ્યો છે. તેમના ખર્ચ પછી જ્યારે તેઓ બહાર આવે છે ત્યારે તેઓને વધુ તકલીફો પડે છે અને તેઓને જેલમાં રાખવાના પોલીસના પુરાવા તેમને ગુના સાથે જોડતા પણ નથી. આ ન્યાયિક આદેશોમાં નોંધાયેલી ખામીપૂર્ણ તપાસ અને અપૂરતા પુરાવા સાબિત કરે છે કે, હકીકત એ છે કે આરોપીઓની લાંબી અટકાયત એ  આપણાં ‘ન્યાયતંત્રની ખામી’ છે અને નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. કેટલાક લોકોની સ્વતંત્રતા સુરક્ષિત થઈ શકે તે દરમિયાન, સંસ્થાકીય ભૂલોના મોટા મુદ્દાઓ, જે પ્રથમ સ્થાને ન્યાયતંત્રની અગવડતા તરફ દોરી જાય છે અને તે નિર્દોષ લોકો માટે ભયાનક દુઃસ્વપ્ન બની જાય છે.

(સૌ. : ધ ક્વિન્ટ.કોમ)