(એજન્સી) લંડન, તા.૨૮
રાજકુમારી ડાયનાની ૨૦મી પુણ્યતિથિના દિવસે, તેના ભૂતપૂર્વ ખાનગી સચિવ પેટ્રીક જેફ્સને તેમનાં નવા પુસ્તક “શેડોઝ ઑફ અ પ્રિન્સેસ”નું અનાવરણ કર્યુ હતું. અમેરિકન સંસ્કરણનું આ પુસ્તક આજે પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેમાં રાજવી પરિવાર ડાયનાને સન્માનિત કરવામાં કેવી રીતે નિષ્ફળ રહ્યું તે અંગે વાત કરવામાં આવી છે. “ડાયનાને હવે માત્ર એક જ શબ્દમાં યાદ રાખવામાં આવશે અને આ શબ્દ પરંપરાગત રીતે બ્રિટિશ ક્રાઉનનો પર્યાય છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એલિઝાબેથ-૨ની આજીવન સેવા. શબ્દો શાહી છે. તેમ છતાંય શાહી પ્રતિષ્ઠાના કોઈક ખૂણામાં, સ્પીન ડૉક્ટર્સના બે દાયકાઓ બાદ સમાચાર વ્યવસ્થાના માધ્યમથી જોખમ લઈને આ શબ્દોને વ્યક્ત કરું છું. ડાયના એ બ્રિટિશ શાહી પરિવાર માટે એક જીવતી જાગતી નિર્ણાયક કસોટી હતી, જેમાં કેટલાક લોકો નિષ્ફળ રહ્યા હતા” તેમ જેફસને લખ્યું છે. જેફ્સને ભૂતપૂર્વ શાહી નેવી ઓફિસર તરીકે સેવા આપી હતી. આઠ વર્ષ સુધી ડાયનાના ખાનગી સચિવ રહી ચૂકેલા વ્યક્તિની પણ આ પુસ્તકમાં વાત કરવામાં આવી છે, જો કે તેમાં તેના નામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ ડેઈલી મેઈલની જાણકારી અનુસાર, તે હાલ તો યુ.એસ.ના નાગરિક છે. એલિઝાબેથના ઉત્તરાધિકારીઓ કેટલાંક સ્વકૃત પડકારોનો સામનો કરતાં હોય છે, પરંતુ દરબારીઓ તેને સમજી શકતા નથી. હાલના પરિપ્રેક્ષ્યથી તેમને માર્ગદર્શિકા દ્વારા થોડા સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેફસને દલીલ કરતાં કહ્યું કે, ડાયના પોતાના જીવનમાં એક એવી ભૂમિકા ભજવી રહી હતી, જેના માટે તે પોતાની જાતને અપરિપક્વ અનુભવતી હતી. જાણે કોઈ એ તેને ડૂબવા માટે છોડી દીધી હોય. ડાયનાને તેના પતિ પાસેથી પણ ક્યારેય કોઈ સાંત્વના મળી નહોતી. તે તેને એક સાથી તરીકે નહીં પરંતુ પોતાના પ્રતિસ્પર્ધી તરીકે જોતા હતા.