International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮
અરબ લીગ (AL)ના સેક્રેટરી જનરલ અહમદ અબુલ-ઘીતે ઇઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇતમાર બેન-ગ્વિરના કટ્ટરપંથી રહેવાસીઓના જૂથ સાથે પૂર્વ જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદમાં પ્રવેશની સખત નિંદા કરી અને તેને ‘સ્પષ્ટ ઉશ્કેરણી’ ગણાવી.આ ઘૂસણખોરી એ સ્પષ્ટ ઉશ્કેરણી છે જેનો હેતુ મુસ્લિમોની લાગણીઓને ભડકાવવા અને પરિસ્થિતિને બગાડવાનું છે, અબુલ-ઘીતને કૈરો સ્થિત સંગઠન દ્વારા એક નિવેદનમાં ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો.શિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ AL ચીફના જણાવ્યા અનુસાર ઇઝરાયેલી ‘ઓક્યુપેશન પોલીસ’ના રક્ષણ હેઠળ પવિત્ર સ્થળમાં બેન-ગ્વિરનો પ્રવેશ ઇઝરાયેલ સરકારની શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ પ્રત્યે દુશ્મનાવટના સ્વભાવને દર્શાવે છે.તેમણે કહ્યું કે, આ ઘટના ઈઝરાયેલ સરકાર દ્વારા અલ-અક્સા મસ્જિદમાં ઐતિહાસિક સ્થિતિનું સતત ઉલ્લંઘન કરવાનો એક ભાગ છે. અલ-અક્સા મસ્જિદ, ઇસ્લામનું ત્રીજું પવિત્ર સ્થળ, જેરૂસલેમ અવકાફ વિભાગ દ્વારા સંચાલિત થાય છે, જે જોર્ડન સાથે સંકળાયેલ ઇસ્લામિક ધાર્મિક ટ્રસ્ટ છે. યહૂદીઓ આ સ્થળને ટેમ્પલ માઉન્ટ તરીકે માન આપે છે.

Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
International

બળજબરીપૂર્વક સ્થળાંતર બાદ ઇઝરાયેલી સેનાએ ગાઝામાં હોસ્પિટલના વિભાગોને આગ ચાંપી દેતાં અનેક દર્દીઓના મોત

(એજન્સી) તા.૨૮તબીબી સૂત્રોના જણાવ્યા…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.