વડાપ્રધાન મોદીના દેશના નામે સંબોધનને કોંગ્રેસે મંગળવારે ખોખલું અને ઠાલા વચનો સમાન ગણાવીને જણાવ્યું કે, તેમાં કોઇ આર્થિક પેકેજ અને અર્થતંત્રને ઉગારવા નક્કર પગલાંનો અભાવ હતો. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે દેશની રૂપરેખા ક્યાં છે. તેમણે કહ્યું કે, નેતાગીરીનો અર્થ એ નથી કે, લોકોને તેમની જવાબદારીઓ વિશે જણાવવું પરંતુ દેશના લોકો પ્રત્યે સરકારની જવાબદારીની ફરજ પુરી કરવાની હોય છે. કોંગ્રેસના સિનિયર નેતા પી ચિદમ્બરમે કહ્યું કે, ગરીબ લોકોને ૨૧+૧૯ દિવસ સુધી પોતાની વ્યવસ્થા કરી લેવા નોંધારા મુકી દેવાયા છે, જેમાં ભોજનની પણ વ્યવસ્થાનો અભાવ છે. અહીં નાણા છે, અહીં ભોજન છે પરંતુ સરકાર નાણા કે ભોજન અંગે પણ સભાન નહીં થાય. મારા પ્રિય દેશ માટે રડવું આવે છે.
કોંગ્રેસે કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં નથી કોઈ રાહત પેકેજની વાત અને નથી ઈકોનોમીને ઉગારવા માટે કયા પ્રકારના પગલા ભરાશે તેની વાત. પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે કહ્યુ હતુ કે, ગરીબોને ૪૦ દિવસ પોતાની વ્યવસ્થા કરવા માટે નોધારા મુકી દેવાયા છે. તેમણે કહ્યુ હતુ કે, પૈસા છે અને ભોજન પણ છે પણ સરકાર આપશે નહી. મારા દેશવાસીઓ તમે રડો.બીજી તરફ કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ પણ કહયુ હતુ કે, લોકો તરફથી સરકારને શું આશા છે તે તો વડાપ્રધાને કહ્યુ પણ સરકાર લોકો માટે શું કરશે તે વાત નથી કરી. કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, કોરોના સામે લડવા માટેનો રોડમેપ તો દેખાતો નથી. નેતૃત્વનો મતલબ એ નથી કે લોકોને જવાબદારીનો અહેસાસ કરાવવો બલ્કે તેનો મતલબ એ છે કે, લોકો પ્રત્યે સરકાર પોતાની ફરજ નિભાવે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યુ હતુ કે, પીએમ મોદીના ભાષણમાં મુખ્ય વાત જ ગાયબ હતી. ઉપદેશ અને પ્રેરણા આપવાની વાતો તો કરી પણ બધુ ખોખલુ છે. ના ગરીબો માટે કે ના મધ્યમ વર્ગ માટે કે ના ઉદ્યોગો માટે કોઈ જાહેરાત નથી.