એક જ મેચમાં અશ્વિન અને એલિસ્ટર કૂકનો એક્શન રિપ્લે

બર્મિંગમ,તા.૩
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડે એક વિકેટે નવ રન બનાવી લીધા છે. આ પહેલાં ભારતનો દાવ ૨૭૪ રનમાં સમેટાયો હતો. ગઈ કાલની રમત પૂરી થવાની થોડી વાર પહેલાં જ્યારે ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ ૧૩ રનની સરસાઈ સાથે શરૂ થઈ ત્યારે મેચમાં ફરી એક એક્શન રિપ્લે જોવા મળ્યો.
કદાચ ક્રિકેટ ઇતિહાસમાં અગાઉ આવું ક્યારેય નથી બન્યું હોય કે એક જ મેચમાં એક જ બોલરે એક જ બેટ્‌સમેનને એવો જ બોલ ફેંકીને આઉટ કર્યો હોય અને એ બેટ્‌સમેન પણ બંને વાર એ બોલને એવી જ રીતે રમવાની કોશિશમાં બોલ્ટ આઉટ થઈ ગયો હોય.
આ સિદ્ધિ હાંસલ કરનારો બોલર છે ભારતનો આર. અશ્વિન અને બેટ્‌સમેન છે ઈંગ્લેન્ડનો એલિસ્ટર કૂક. મજાની વાત એ છે કે કૂક ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગ્સમાં પણ આઉટ થનારો પ્રથમ બેટ્‌સમેન હતો અને બીજી ઇનિંગ્સમાં પણ આઉટ થનારો પ્રથમ બેટ્‌સમેન બન્યો. અશ્વિને ફરી એક વાર બીજી ઇનિંગ્સમાં એલિસ્ટ કૂકને બિલકુલ એવા જ બોલ પર બોલ્ડ કરી દીધો, જેવી રીતે તેણે પ્રથમ ઇનિંગ્સમાં કૂકને આઉટ કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks