અફઘાન ન્યૂઝ એજન્સી પર આત્મઘાતી હુમલો : ૪૦ ના મોત, સેંકડો ઘાયલ

(એજન્સી) કાબુલ, તા. ૨૮
કાબુલમાં ગુરુવારે થયેલા એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ૪૦ લોકોના મોતની અને સેંકડો ઘાયલની ખબર છે. અફઘાન ન્યૂઝ એજન્સી તથા શિયા કલ્ચરલ સેન્ટરની અંદર જઈને એક હુમલાખોરે વિસ્ફોટકો દ્વારા પોતાની જાતને ઉડાવી મૂકી હતી જેમાં ચાલીસ લોકો માર્યાં ગયા અને બીજો સેંકડો ઘાયલ થયાં હતા. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી છે. આઈએસે કહ્યું કે અમે ત્રણ બોમ્બ દ્વારા સેન્ટરને નિશાન બનાવ્યું છે જે પછી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. તાલિબાને હુમલામાં તેની કોઈ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે. મીડિયા રિપોર્ટમાં તાલિબાનનો હાથ હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી ઈન્ટેરિયર મિનિસ્ટ્રીના પ્રવક્તા નસરત રહીમીએ કહ્યું કે પશ્ચિમી શહેરના શિયા કલ્ચરલ સેન્ટરને નિસાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. રહીમીએ કહ્યું કે આત્મઘાતી હુમલાખોરે સેન્ટરની વચ્ચોવચ્ચ જઈને પોતાની જાતને ઉડાવી મૂકી હતી. મુખ્ય વિસ્ફોટક બાદ બીજા બે નાના વિસ્ફોટક થયાં હતા જોકે તેમાં કોઈ જાનહાની થઈ નહોતી. અફઘાનિસ્તાનમાં સોવિએય સંઘના આક્રમણની ૩૮ મી જન્મજયંતિની ઉજવણી માટે લોકો એકત્ર થયાં હતા. આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ૪૦ લોકોના મોતની અને સેંકડો ઘાયલની ખબર છે. કાબુલમાં આવેલા શિયા કલ્ચરલ સેન્ટરની અંદર જઈને એક હુમલાખોરે વિસ્ફોટકો દ્વારા પોતાની જાતને ઉડાવી મૂકી હતી. આત્મઘાતી હુમલાને પગલે પીડિતો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલો અને પોલીસને અહિંથી તહિ ફરતી જોવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર ઘટના સમયે સેન્ટરની અંદર ૧૦૦ કરતાં પણ વધારે લોકો હાજર હતા. તેમને જાણીજોઈને નિશાન બનાવવામાં આવ્યાં હોવાનું લાગી રહ્યું છે. નસરત રહીમીએ કહ્યું કે લોકો અહિં ઉજવણી માટે ભેગા થયાં હતા. ઉલ્લેખનીય છે કે યુદ્ધથી તબાહ બનેલા અફઘાનિસ્તાનમાં કાબુલ આતંકવાદી હુમલાનું સૌોથી ઘાતકી સ્થળ બન્યું છે. તાલિબાન હુમલાઓ કરી રહ્યું છે તો ઈસ્લામિક સ્ટેટ પણ પગપેસારો કરી રહ્યું છે. ગુરૂવારનો હુમલો એવે ટાણે થયો છે કે જ્યારે અફઘાન ઈન્ટેલિજન્સ એજન્સી નજીક થયેલા એક આત્મઘાતી હુમલામાં છ લોકો માર્યાં ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks