અમેરિકાએ ઉત્તર કોરિયન મહાદ્વીપ પર લડાકુ વિમાનો, બોમ્બરો ઉડાવ્યાં : દક્ષિણ કોરિયા

(એજન્સી) સિયોલ, તા. ૧૮
અમેરિકાએ કોરિયાઈ મહાદ્વીપ પર ચાર સ્ટીલ્થ ફાઈટર જેટ અને બોમ્બર ઉડાવ્યાં. દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સી યોનહાપે આ માહિતી આપી. જોકે અમેરિકા વતી આ માહિતીની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ૧૫ સપ્ટેબરના રોજ નોર્થ કોરિયાએ ઈન્ટરકોન્ટિનેટલ રેન્જની બેલાસ્કિટ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ જાપાન પરથી પસાર થઈ હતી. તે પછી આ પ્રાંતમાં તંગદીલી વ્યાપી હતી. યોનહાપની ખબર અનુસાર, કોરિયાઈ મહાદ્વીપ પર અમેરિકાએ ૪ એફ-૩૫ બી અને ૨ બી-૧બી બોમ્બરો ઉડાવ્યાં હતા. આને મોક ડ્રિલિંગ પણ કહી શકાય. અમેરિકાના લડાકૂ વિમોનોની સાથે દક્ષિણ કોરિયાના વિમાનોએ પણ ઉડાણ ભરી હતી. પાછળથી અમેરિકી ફાઈટર પ્લેન જાપાન અનએ ગુઆમના મથકે આવ્યાં હતા. દક્ષિણ કોરિયન સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી એક બયાન અનુસાર નિયમીત તાલીમ માટે વિમાનો ઉડાવવામાં આવ્યાં. બયાન અનુસાર, ઉત્તર કોરિયાની મિસાઈલ અને અણુતાકાતની વિરૂદ્ધમાં અમેરિકા અને દક્ષિણ કોરિયાની તાકાત દેખાડવા માટે ચાર એફ-૩૫ બી સ્ટીલ્થ અને બે બી-૧ બી બોમ્બરોને કોરિયાઈ મહાદ્વીપ પર ઉડાવવામાં આવ્યાં હતા. ઉત્તર કોરિયા દ્વારા અણુપરીક્ષણ તથા મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યાં બાદ આ પહેલી વાર અમેરિકા-દક્ષિણ કોરિયાના વિમાનો સાથે સાથે ઉડાણ ભરી હતી. બયાનમાં એવું પણ કહેવામાં આવ્યું કે ગઠબંધનના દેશો ઉત્તર કોરિયાની વિરૂદ્ધ સંયુક્ત લશ્કરી અભિયાનને સુધારવા માટે આવી બીજી પણ કવાયતો કરવાનું ચાલુ રાખશે.જોકે મંત્રાલયને તેના બયાનમા એવું પણ કહ્યું કે કોઈને ડરાવવા માટે આવું કરવામાં આવ્યું નથી પરંતુ આ તો નિયમિત રીતે કરવામાં આવનારા એક કવાયદ છે. અમેરિકા યુએન ખાતેના તેના રાજદૂત નિક્કી હેલી દ્વારા લગાતાર ઉત્તર કોરિયા પર દબાણ વધારી રહ્યું છે કે જો ઉત્તર કોરિયાએ તેના અવિચારી હથિયારોનું અભિયાન ચાલુ રાખશે તો તેને પ્યોંગયોંગને બર્બાદ કરી નાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાના નવા અને તાજા પરમાણુ પરીક્ષણ પર સમગ્ર દુનિયાભરમા મચેલા કોહારમની વચ્ચે કોરિયાના એક ટોચના રાજદ્વારી નેતાએ અમેરિકાને ધમકી આપતાં કહ્યું હતું કે અમેરિકા માટે ‘બીજા ઘણા ગિફ્ટ પેકેટ તૈયાર’ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks