અમેરિકામાં એક મુસ્લિમે કુર્આન પર હાથ રાખી ‘શિક્ષણ સચિવ’ પદના શપથ લીધા

વોશિંગ્ટન, તા. ૧૬
અમેરિકાના રાજ્ય વર્જિનિયામાં એક પાકિસ્તાની મૂળના મુસ્લિમને રાજ્યમાં શિક્ષણ સચિવ પદ સોંપવામાં આવ્યું છે પરંતુ રસપ્રદ વાત એ છે કે આ વ્યક્તિએ કુર્આન પર હાથ રાખી પોતાના પદ માટે શપથ લીધા હતા. સમાચાર એજન્સી અલ-અરબિયા અનુસાર સોશિયલ મીડિયા પર વાઇરલ થનારા એક વીડિયો ફૂટેજમાં પાકિસ્તાની મૂળના એક મુસ્લિમ વ્યક્તિ આતિક કરનીને પોતાના હાથમાં કુર્આન ઉઠાવી અમેરિકાના કાનુન અંતર્ગત શપથ ગ્રહણ કરતા જોવામાં આવી રહ્યા છે. આતિક કરનીને આ શપથ વર્જિનિયા રાજ્યના ગવર્નર રાલ્ફ નોર્થમે અપાવ્યા હતા. તેમને રાજ્યમાં શૈક્ષણિક નીતિ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોના શિક્ષકોના સમર્થન અને દેખરેખ માટે આ પદ સોંપવામાં આવ્યું છે. રિચમંડ મુસ્લિમ અખબાર અનુસાર આતિફ પહેલા અમેરિકી મુસ્લિમ છે જે વર્જિનિયા રાજ્યમાં આ મહત્વપૂર્ણ પદ પર છે. આ પ્રસંગે ગવર્નરે જણાવ્યું હતું કે, મહત્વની વાત એ છે કે, અમને રાજ્યમાં એક એવો શિક્ષણ સચિવ જોઇતો હતો જેને શિક્ષણ પાઠ્યક્રમ, શિક્ષણ કક્ષાઓ અને શાળાઓના કેસોની સારી સમજ હોય. આતિફ કરનીમા ઉચ્ચ શિક્ષણના હવાલાથી એક મજબૂત વિઝન છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks