(એજન્સી) અંકારા, તા.ર૧
અમેરિકાની અદાલતમાં તુર્કીના નાગરિકો સામે ચાલતો ખટલો રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાન સામે કાવતરાના એક ભાગ સમાન છે. શકમંદોને હોસ્ટેજ તરીકે પકડી રખાયા છે.
તુર્કી-ઈરાની નાગરિક રેઝા ઝરેબ અને તુર્કીની હોલબેંકના સીઈઓ મેહમેટ હકન અટીલા ઈરાન સામેના પ્રતિબંધોના ભંગ બદલના આરોપસર અમેરિકામાં પકડવામાં આવ્યા છે. તેમની સામે ર૭ નવેમ્બરે ખટલો ચાલશે. તુર્કીના અધિકારીઓએ આ કેસમાં તુર્કીમાં બળવાના આરોપી અમેરિકા સ્થિત ઈસ્લામિક ધર્મગુરૂ ફેતુલ્લાહ ગુલેન સાથે સંપર્કનો આરોપ મૂક્યો છે.
રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાનના અધ્યક્ષ પદે મળેલ બેઠક બાદ પ્રવક્તા નાયબ વડાપ્રધાન બેંક બોઝગે કહ્યું કે આ એક રાજકીય કેસ છે. જે તુર્કી સામે કાવતરૂં છે. ર૦૧૩માં વિપક્ષો દ્વારા ભ્રષ્ટાચારના કૌભાંડમાં એર્દોગાનની સરકારને ઉથલાવી નાખવામાં વિપક્ષના કાવતરામાં ઝરેબ સામેલ હતો. આ કાવતરાને અમેરિકાને અસરકાર બનાવી ઝરેબ સામે કાર્યવાહી શરૂ કરી છે. જે અમેરિકી કોર્ટને સહકાર આપે છે. તુર્કીના નાયબ વડાપ્રધાને અમેરિકી કાયદાના નિષ્ણાંતો દ્વારા આરોપી સામે તુર્કીને નિશાન બનાવવા માટે નિવેદન કરવા દબાણ કરાવાય છે પરંતુ તે માટે કોઈ કાયદેસર પુરાવા નથી. મુખ્ય ઈરાદો ઈરાન, રશિયા અને બીજા દેશો સાથે આર્થિક સંબંધોને નુકસાન કરવાનો ઈરાદો છે.