(એજન્સી) લાહોર, તા.ર૭
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાજ શરીફે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે અમેરિકા તરફથી થતી સહાયને ગુડબાઈ કહી દઈએ. ડોનાલ્ડ ટ્રમ્પના પાકિસ્તાન વિરૂદ્ધ અતિશ્યોક્તિ નિવેદન બાદ હવે અમેરિકી સહાયને પાકિસ્તાને રદ કરી દેવી જોઈએ. શાહબાજનું આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પના કથિત રીતે પાકિસ્તાનને બિલિયન ડોલર આપવા છતાં પણ તેમનો દેશ આતંકવાદ માટે સ્વર્ગ બનેલું છે, નિવેનદ બાદ આપ્યું છે.
ટ્રમ્પ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. પાકિસ્તાન ડબલ ગેમ રમી રહ્યું છે. અમેરિકા પાસેથી સહાય પણ લઈ રહ્યું છે અને આતંકવાદીઓને છાવરી રહ્યું છે. નવાઝ શરીફના ભાઈ શાહબાજ એ જણાવ્યું કે, આવા અતિશ્યોક્તિ નિવેદન પાકિસ્તાનને અમેરિકા દ્વારા કરવામાં આવેલ સહાયને જખમ પર મીઠું ભમરાવા જેવું છે. પાકિસ્તાન ગરીબી, આતંકવાદ સામે ઝઝૂમી રહ્યું છે. આ નિવેદન આપતા શાહબાજ એ કહ્યું કે પાકિસ્તાને અમેરિકાની સહાયના વિષયને હવે બંધ કરી દેવો જોઈએ અને વ્યંગ કરતા કહ્યું કે અમેરિકાની હમણાં સુધીની મદદ માટે ધન્યવાદ.