શ્રીનગર, તા.૨૯
બીએસએફને જમ્મુ-કાશ્મીરના સાંબામાં એક સુરંગ મળી છે. જમ્મુ-બીએસએફ આઈજી એનએસ જંવાલના જણાવ્યા મુજબ, આ સુરંગ સરહદે પાકિસ્તાનમાં શરૂ થાય છે અને ભારતના સાંબામાં પૂરી થાય છે.
બીએસએફના જણાવ્યા મુજબ, આ સુરંગની લંબાઈ આશરે વીસ ફૂટ છે અને પહોળાઈ ત્રણથી ચાર ફૂટ છે. સુરંગ છુપાવવા માટે તે શરૂ થવાની જગ્યા પર પાકિસ્તાનમાં બનેલી રેતીની બોરીઓ પણ મળી છે. જેના પર શકર ગઢ, કરાચી લખેલું છે. આ શરૂ થવાની જગ્યા આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ભારત તરફ આશરે ૧૭૦ મીટર છે. જમ્મુ બીએસએફના આઈજી એનએસ જંવાલે કહ્યું, સેંડબેંગ્સ પર પાકિસ્તાનનું સ્પષ્ટ માર્કિંગ છે. જે દર્શાવે છે કે આ સુરંગ પૂરા પ્લાનિંગ અને એન્જિનિયરની મદદથી ખોદવામાં આવી છે. પાકિસ્તાની રેંજર્સ અને અન્ય એજન્સીઓ સહમતિ વગર આટલી મોટી સુંરગનું નિર્માણ કરી શકાય નહીં. અધિકારીઓ જણાવ્યું, આવી અન્ય સુરંગો છે કે નહીં તે શોધવા બીએસએફ સમગ્ર વિસ્તારમાં મોટું અભિયાન ચલાવ્યું છે. આ મળેલી સુરંગનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.