(એજન્સી) બદાયૂં,તા.૮
ઉત્તરપ્રદેશના બદાયૂં જિલ્લામાં સામૂહિક બળાત્કાર કેસમાં કોંગ્રેસના ઉત્તરપ્રદેશમાં પ્રભારી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રીય મહિલા પંચના સભ્યના નિવેદનને શરમજનક બતાવ્યું છે. શુક્રવારે પ્રિયંકા ગાંધીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, શું આ વ્યવહારથી આપણે મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરી શકીશું. મહિલા પંચની સભ્ય બળાત્કાર માટે પીડિતાને દોષી ગણાવી રહી છે. બદાયૂં તંત્રને આ ચિંતા છે કે આ કેસનું સભ્ય સામને લાવનાર પીડિતાનું પોસ્ટમોર્ટમ લીક કેવી રીતે થયું પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે યાદ રાખો કે આ સમયે વધુ એક ભયાવહ બળાત્કારના કેસમાં મુરાદાબાદની પીડિતા મોતથી લડી રહી છે. મહિલાઓ આ પ્રશાસનિક સિસ્ટમને તેમજ આ ખરાબ વ્યવહાર માફ નહી કરે. તેની સાથે જ તેમણે એક સમાચાર પોસ્ટ કર્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય મહિલા પંચની સભ્ય ચંદ્રમુખી દેવીએ ગુરૂવારે પીડિત પરિવારને મળ્યા પછી જણાવ્યું કે પીડિતા સાંજના સમયે બહાર ના જતી તો સામૂહિક બળાત્કાર ન થતો. કેસમાં પોલીસે ગુરૂવારે મોડી રાત્રે ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી મહંત સત્યનારાયણની ધરપકડ કરી લીધી. શુક્રવારે બદાયૂંના જિલ્લાધિકારી કુમાર પ્રશાંતે જણાવ્યું કે જિલ્લામાં કાયદો વ્યવસ્થા નિયંત્રણમાં છે. પીડિત પરિવારને દરેક સંભવ મદદ જિલ્લા તંત્ર તરફથી આપવામાં આવી ચુકી છે. તેમણે જણાવ્યું કે મુખ્ય આરોપીની વિરૂદ્ધ પોલીસ જલ્દી જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. ડીએમએ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાના નિર્દેશ આપ્યા છે. તેની સાથે જ ઘટના સ્થળ પર પોલીસ દળ પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે. બદાયૂં ગેંગરેપ અને હત્યા કાંડની ભયાવહતાનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે. કે પીડિતાના પાંસળી સુદ્ધા તૂટી ગયા તેના બંને પગ પણ તોડી નાખવામાં આવ્યા. આ ઘટનાએ દિલ્હીના નિર્ભયા કાંડના સમયે થયેલી ક્રૂરતાની યાદ અપાવી હતી.