(એજન્સી) શ્રીનગર, તા.૮
જમ્મુ-કાશ્મીરના રાજ્યમાં ઉનાળામાં બી-વાર્ષિક કચેરીઓ ખુલતી હોવાના કારણે શ્રીનગર સિવિલ સચિવાલય ખાતે પ્રત્યક્ષદર્શીઓને આશ્ચર્યચક્તિ કરી દેનારા દ્રશ્યો જોવા મળ્યા. જેમાં મંત્રીઓના અંગત કેબિનમાં ધાર્મિક વિધિ અને પૂજા માટે પૂજારીને બોલાવવામાં આવ્યા. અહેવાલ મુજબ મંત્રાલયના પ્રોટોકોલ સાથે ઉત્સાહિત નવા નિમાયેલ જમ્મુ અને કાશ્મીર આરોગ્ય અને તબીબી શિક્ષણ મંત્રી ડૉ.દીવદરકુમાર મૌનલાલે શ્રીનગરમાં બી-વાર્ષિક દરબાર ખસેડાતી કચેરીઓ ખોલવાની પૂર્વસંધ્યાએ પોતાના કેબિનમાં ર કલાક સુધી પૂજા-કીર્તન કરાવ્યું જ્યારે બીજી તરફ એક જ કોમ્પલેક્ષમાં આવેલી મસ્જિદને પાછલા સતત બે દાયકાઓથી અજાણ્યા કારણોસર તાળું મરાયેલું છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ શ્રીનગર કાર્યાલયમાં તેમના પ્રથમ દિવસે દિવેન્દરકુમાર મન્યાલે હિન્દુ ધાર્મિક વિધિમાં ઓમ જગદીશ હરીશ અને ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કરવા અન્ય સિનિયર અધિકારીઓ પર દબાણ કર્યું હતું. કેબિન માનવ ચિચિયારીઓ અને શ્લોકોના પઠનથી ગૂંજી ઉઠયું હતું. દેવેન્દરકુમારે ગત સપ્તાહે જમ્મુ-કાશ્મીરના મંત્રી તરીકે શપથ લીધા હતા. નાગરિક સચિવાલયમાં એક વરિષ્ઠ કર્મચારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે મંત્રીની કેબિનમાંથી અસાધારણ અને આશ્ચર્યજનક શ્લોકોચ્ચાર થયા હતા. તેમણે જણાવ્યું કે, કાર્યાલયમાં આ પ્રકારનું કૃત્ય કરવું ગેરકાયદેસર છે કે નહીં. તેની ખાતરી નથી પરંતુ કોમ્પલેક્ષમાં આવેલી મસ્જિદને પાછલા બે દાયકાઓથી તાળા મારવામાં આવ્યા છે. મસ્જિદના તાળા ખોલવા વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાં એ તાળા ખોલવામાં આવતા નથી એ વિચિત્ર બાબત છે. ઉલ્લેખનીય છે કે, કોમ્પલેક્ષમાં પાછલા બે દાયકાઓથી અજાણ્યા કારણોસર મસ્જિદને તાળું મારવામાં આવતાં સિવિલ સચિવાલયમાં મુસ્લિમ કર્મચારીઓને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.