(એજન્સી) ભદ્રક,તા.૨૫
સાપ વિશે વિચારીને જ આપણને બીક લાગે છે અને જયારે તે સાપ કોબ્રા હોય તો કંપારી છૂટી જાય છે. સાપ વિશે વિચારીને જ આપણી હાલત ખરાબ થઇ જાય છે તો જરા વિચારો કે તે ખેડૂતની હાલત કેવી હશે જેના ઘરમાંથી ૧૧૦ કોબ્રા સાપ નીકળ્યા છે. આ ઘટના બિલકુલ ઓડિશામાં બની છે. આ મામલો ઓડિશાના ભદ્રક જિલ્લાના શયામપુર ગામનો છે. જ્યાં એક ખેડૂતના ઘરમાંથી ૧૧૦ કોબ્રા સાપ નીક્ળ્યા છે. ખેડૂત પરિવારનું ઘર નાગલોક બન્યું હતું અને તેની તેમને કોઈ જાણ પણ ના હતી. ખેડૂતના કાચા ઘરમાં નાગના ૧૧૦ બચ્ચાં, ત્રણ નાગ અને નાગિન અને તેમના ૨૦ ઈંડા સ્નેક હેલ્પલાઇન અધિકારીઓ દ્વારા પકડવામાં આવ્યા છે. ઘરમાં સાપને જોઈને પરિવારે તરત તેની સૂચના સ્નેક હેલ્પલાઇનને આપી. ત્યારપછી સાપ પકડવા માટે સ્નેક હેલ્પલાઇન અધિકારીઓ ત્યાં પહોંચી ગયા. જગ્યા પર પહોંચેલા અધિકારીઓ દ્વારા જ્યારે ઘરમાં સાપ શોધવાનું ચાલુ કર્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા. આટલી ભારે સંખ્યામાં સાપ મળી આવવાથી લોકો ત્યાં ભેગા થવા લાગ્યા. સ્નેક હેલ્પલાઇન દ્વારા બચાવવામાં આવેલા સાપ વન અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે, જેને જંગલોમાં છોડી દેવામાં આવશે.