(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
દિલ્હીની ઐતિહાસિક ખિડકી મસ્જિદમાં ખોદકામ દરમિયાન રપ૪ જેટલા તાંબાના સિક્કા મળી આવ્યા હતા. જે ર૦ સેમિ. જમીનમાં દટાયેલા હતા. આ ઘટના બાદ ભારતીય પુરાતત્ત્વ ખાતું તે અંગે વધુ જાણકારી પ્રાપ્ત કરવા ખોદકામ માટે આગળ વધી રહ્યું છે. હવે આ મસ્જિદમાં વધુ બે ફૂટનું ખોદકામ કરાશે. જેની પાછળનો હેતુ કંઈક નવું મળવાનો છે. મસ્જિદમાં રિનોવેશન દરમિયાન રપ૪ તાંબાના સિક્કા મળ્યા હતા. મસ્જિદ ૧૪મી સદીમાં બનેલી છે. સિક્કાઓ પહેલીવાર મળ્યા છે તેવું નથી. અગાઉ ખિડકી મસ્જિદ સંકુલમાંથી ૬૩ જેટલા મધ્યયુગના સિક્કાઓ ર૦૦૩માં મળ્યા હતા. ૧પ વર્ષ પહેલાં મળેલા સિક્કાઓ અને હાલમાં મળેલા સિક્કાઓ વચ્ચે સમાનતા અંગે એએસઆઈ ચકાસણી કરી રહી છે.