(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
ભારતમાંના પાક.ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે એવું કહ્યું કે મોદી-શરીફ વચ્ચે સારા સંબંધો હોવા છતાં પણ બાજી સુધરી નથી તેમણે કહ્યું કે નેતાઓ વચ્ચેની મુલાકાતો અતિ મહત્વની હોય છે. અમે સદભાવનાની કદર કરીએ છીએ. પરંતુ તેને કારણે કંઈ નક્કર પરિણામ આવ્યું નથી. મોદી અને શરીફ વચ્ચે પહેલી મુલાકાત મોદીના વડાપ્રધાન પદના શપથગ્રહણ દરમિયાન થઈ હતી ત્યારથી બન્ને વચ્ચે સારા સંબંધો છે. તે ઉપરાંત મોદીએ પાકિસ્તાના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જન્મદિવસે તેમને અભિનંદન આપવા લાહોરની ટૂંકી મુલાકાત પણ લીધી હતી. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ ૨૦૧૫ માં ઈસ્લામાબાદમાં હાર્ટ ઓફ એશિયા સંમેલનમાં ભાગ લીધો હતો જે પછી બન્ને દેશોએ વાતચીતને આગળ વધારવા સંમત થયાં હતા. તેમણે કહ્યું કે જ્યારે કોઈ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોય ત્યારે તે કેસ પર અમે કોઈ જવાબ આપવા હકદાર નથી. એક બાજુ ભારત કુલભૂષણ જાધવ કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડી રહ્યું છે તો બીજી બાજુ તો બીજા બાજુ ભારત દ્વારા અમારા વિદેશી સલાહકારને પત્ર લખવામાં આવે છે. અને મેડિકલ વીઝાના મુદ્દે બીજા કોઈ દેશના વિદેશમંત્રીના આવા પત્રની જરૂર પડે છે ખરી. પાકિસ્તાન માટે અલગ નિયમની વાત જ ખોટી છે. પાક.ઉચ્ચાયુક્તે એવું પણ કહ્યું કે ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યાં હતા. અને ભારત-પાકિસ્તાન વિવાદનો ઉકેલ લાવવા માટે કેટલાક સૂચનો કર્યાં હતા.