(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને હિન્દ ચળવળ સાથે સરખાવીને શાસક ભાજપ પર નિશાન સાધ્યું હતું. આઝાદે કહ્યું કે ગુજરાત રાજ્યસભાની ચૂંટણી ૧૯૪૨ ની સાલમાં જ્યારે હિન્દ છોડો ચળવળ જેવી બની રહી છે. હિન્દ છોડો આંદોલનની ૭૫ મી વર્ષગાંઠના અવસરે વિશેષ ચર્ચામાં ભાગ લેતા આઝાદે રાજ્યસભામાં ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હું ગત રાતની ઘટનાઓ અંગે કંઈ કહેવા માંગતો નથી. આ રાત ૧૯૪૨ ની રાત જેવી બની રહી છે. કારણ કે આજના ઘટનાક્રમે અમને સવાર સુધી જાગતા રાખ્યાં હતા. તેમણે આગળ કહ્યું કે હું આ પ્રસંગે રાજનીતિ કરવા માંગતો નથી. પરંતુ ગઈકાલની ઘટના પણ હિન્દ છોડો ચળવળની જેવી છે. ૧૯૪૨ ની હિન્દ છોડો ચળવળને યાદ કરતાં આઝાદે કહ્યું કે તે રાતે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ગાંધીજીએ અંગેજોને હિન્દ છોડી દેવાનો લલકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તે રાતે મહાત્મા ગાંધી, નહેરૂ અને સરદાર પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તેમણે ટોણો મારતાં કહ્યું કે આજે આ વાત જુદી છે કે કારણ કે આપણે આઝાદીની ચળવળમાં મુખપત્ર બનેલા અખબાર માટેની લડી રહ્યાં છીએ. ભાજપ-આરએસએસ પર બીજો એક ટોણો મારતાં કઈ પાર્ટીએ હિન્દ છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને કોણે તેનો વિરોધ કર્યો હતો તે અંગેની વિગતોમાં હું પડવા માંગતો નથી. આ એક ઈતિહાસ છે અને આની માહિતી ગૂગલ અને વિકિપીડિયા પર જોઈ શકાય છે. આ તબકક્, સીપીઆઈ નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે ઈન્ટનેટ સારી રીતે કામ કરી રહ્યું નથી. આનો જવાબ આપતાં આઝાદે કહ્યું કે દેશે મહાસત્તાને હરાવી દીધું હતું અને કોઈકે પણ ઈન્ટરનેટના અભાવ જેવા સામાન્ય મુદ્દાથી ચિંતા કરવાની જરૂર નથી.