લખનૌ,તા.૭
લખનૌના હસનગંજમાં બુધવારે આતંકવાદી અને પથ્થરબાજ કહીને આધાર કાર્ડ માંગ્યા બાદ બે કાશ્મીરી વિક્રેતાઓને ગાળો ભાંડીને લાકડી વડે નિર્દયી રીતે મારઝુડ કરી રહેલા વિશ્વ હિન્દુ દળ (વીએચડી)ના જમણેરી પાંખ સંગઠનના ચાર ગુંડાઓની ધરપકડ કરવામાં આવી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે જમણેરી પાંખ સંગઠનના ભગવાધારી ટોળકીમાં જ હુમલાખોરોની ધરપકડ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારી કલાનિધિ નૈથાણીએ જણાવ્યું કે ડાલીગંજ બ્રિજ નીચેના હસનગંજ વિસ્તારમાં બુધવારે કેટલાક અસામાજિક તત્વોએ બે કાશ્મીરી યુવા વિક્રેતા પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે કાશ્મીરી યુવાઓને બચાવી લીધા છે અને વીડિયોની મદદથી વીએચડીના બજરંગ સોનકર, હિમાંશુ ગર્ગ, અનિરૂધ્ધકુમાર અને અમર મિશ્રાની ધરપકડ કરીને તમામની સામે આઈપીસીની ધારા હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. માન્યો અને સ્થાનિકોને પોતાના જીવ બચાવવા બદલ સલામભરી ભગવાધારીઓના હુમલાનો ભોગ બનેલ કાશ્મીરી પીડિત પૈકીના અફઝલ નાઈકે એનડીટીવી સાથેની વાતચીતમાં હુમલાખોરોના અત્યાચારનો ઘટનાક્રમ જણાવ્યો હતો. અફઝલ મુજબ ભગવાધારી ગુંડાઓ તેમની પાસે આવ્યા. તેમને આતંકવાદી અને પથ્થરબાજ કહીને આધારકાર્ડ માંગ્યુ અને પછી લાકડીથી મારપીટ શરૂ કરી દીધી. અફઝલે કહ્યું કે અમે અહીં ર૦ વર્ષથી આવીએ છીએ પરંતુ આ અગાઉ અમારી સાથે આવું કૃત્ય કયારેય થયું નથી. તેમણે આધારકાર્ડ બતાવ્યું છતાં અમને આતંકવાદી કહી મારપીટ કરી, પોલીસે વીએચડીના ચારેય ગુંડાઓ પૈકી બજરંગ સોનકરની બુધવારે અને ઘટના સ્થળથી ફરાર બાકીના ત્રણની ગુરૂવારે ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. તમામ સાથે આઈપીસી ધારા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતો ૩પ વર્ષીય બજરંગ સોનકર સામે અપરાધના ડઝનબંધ કેસો દાખલ છે. પોલીસે જણાવ્યું કે ચારેયની ધરપકડથી અમે ધર્મ અને જાતિના નામે આ પ્રકારની ઘટના સોંપી લેવામાં નહીં આવે તેવો કડક આદેશ આપવા માગીએ છીએ.