(એજન્સી) તા.૧૦
ભાજપ નીતિ એનડીએની સાથે મળીને લોકસભા ચૂંટણી લડનારી શિવસેનાએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મુખપત્ર “સામના”માં છપાયેલા તંત્રીલેખ દ્વારા શિવસેનાએ કટાક્ષ કરતા જણાવ્યું કે, જીતની ઉજવણી સમાપ્ત થઈ ગઈ હોય તો અલીગઢમાં થયેલી દુઃખદ ઘટના તરફ પણ જોવું જોઈએ. તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું કે, કોંગ્રેસ, બોલિવૂડ અને રમત જગતના અનેક દિગ્ગજોએ ઘટના પ્રતિ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, પરંતુ સત્તાધીશ તરીકે ફરી ચૂંટાઈને આવેલા પોતાની મર્યાદા ભૂલી ગયા. જો કે, લેખમાં યુપી કેબિનેટ મિનિસ્ટર ઉપેન્દ્ર તિવારીના તે નિવેદન પર નિશાન સાધવામાં આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે, બળાત્કારના જુદા-જુદા પ્રકાર હોય છે. તેમણે જણાવ્યું કે, કેટલીક વખત મહિલાઓ ૬-૭ વર્ષ સંબંધમાં રહ્યા પછી પણ બળાત્કારનો આરોપ લગાવી દે છે, એવું છે તો પ્રશ્ન તો ઉઠશે કે, વર્ષો પહેલાં કેમ કહ્યું નહીં. તંત્રીલેખમાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજના જેલમાં જઈને બળાત્કારના આરોપી સાથે મુલાકાત પર પણ ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો. તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું કે, મોદી અને શાહ એવા લોકોને વારંવાર સમજાવતા રહે છે, તેમ છતાં આ લોકો કેમ ભટકી જાય છે ? સાક્ષી મહારાજ જેલમાં જઈને બળાત્કારના એક આરોપીથી મળ્યા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા તંત્રીલેખમાં જણાવ્યું કે, યોગી સરકારે જંગલરાજની વિરૂદ્ધ ચળવળ ચલાવી છે. અનેક માફિયાઓને ભૂની નાખ્યા, પરંતુ અઢી વર્ષની બાળકી સાથે જે થયું, તે વિકૃત્ત છે. લેખમાં સખ્ત ભાષાનો પ્રયોગ કરતા જણાવ્યું કે, આરોપીઓ અને આતંકવાદીઓને સીધેસીધી ગોળી મારી શકાય છે. શિવસેનાના મુખપત્રમાં આગળ જણાવવામાં આવ્યું કે, “અલીગઢમાં જે બાળકીની હત્યા થઈ તે દેશની દીકરી છે. આ ભાવના મહત્ત્વપૂર્ણ છે, અલીગઢ પ્રકરણમાં પોલીસ કેસમાં વિલંબ અંગે પણ શિવસેનાએ યુપી સરકાર પર નિશાન સાધ્યું. જણાવ્યું કે, અઢી વર્ષની બાળકી ગાયબ થઈ ગઈ, પરંતુ પોલીસે કેસ દાખલ કરવામાં ટાળવાનું કર્યું અને તપાસમાં પણ વિલંબ કર્યો. આવામાં “બેટી બચાવો”ના સૂત્ર પોકળ સાબિત થયા છે. અલીગઢની ઘટના માનવતા પર કલંક છે. સમાજનું માથું શરમથી નમી ગયું છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પૂરી થયાના તરત પછી શિવસેનાએ રામ મંદિર પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.