મુંબઈ, તા.૨૫
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસ રાજ્યપાલને મળીને ધારાસભ્યોના હસ્તાક્ષરવાળો પત્ર સોંપી દીધો છે. જે અંતર્ગત ત્રણેય પક્ષના નેતા પોતાના ગવર્નર હાઉસ પહોંચ્યા હતા. અશોક ચવ્હાણ, જયંત પાટિલ, એકનાથ શિંદ, બાલાસાહેબ થોરાટે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને તમામ ધારાસભ્યનું શપથ પત્ર સોંપ્યુ છે. ત્યારે આ શપથ પત્ર સોંપતા પહેલાં એનસીપી, શિવસેના અને કોંગ્રેસની એક બેઠક પણ મળી હતી. પત્રમાં કહેવાયું છે કે, દેવેન્દ્ર ફડણવીસની સરકાર પાસે બહુમતીનો આંકડો નથી. તેઓ વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં ફેઈલ થઈ જશે. તેમના નિષ્ફળ થયા બાદ શિવસેનાને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવે.