(એજન્સી) તા. ૬
જે ડર હતો તે જ થયું, આગ્રાના જિલ્લા વહીવટીતંત્રએ નક્કી કર્યું છે કે, તાજમહેલને પર્યટકો માટે સોમવારથી ફરીથી ખોલવામાં નહીં આવે. કારણ કે ખૂબ જ ભયભીત કરનાર કોરોના વાયરસ હજુ પણ ઘણા વિસ્તારોમાં નુકસાન પહોંચાડી રહ્યો છે. સંયુક્ત સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદ સિંહે બે દિવસ પહેલા એવી જાહેરાત કરી હતી કે, એએસઆઈ દ્વારા રક્ષા કરવામાં આવેલા સ્મારકોને ૬ જુલાઈથી ફરીથી ખોલી દેવામાં આવશે. જિલ્લા અધિકારીઓ અને એએસઆઈના સંરક્ષણવાદી કર્મચારીઓ વચ્ચે રવિવારે મોડી સાંજે એક મીટિંગ થઈ હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, સ્મારકોને પર્યટકો માટે ફરીથી ખોલવામાં આ નિર્ણયને મુલતવી રાખવામાં આવશે. કન્ટેઈન્મેન્ટ અને બફર ઝોનના આંકડાઓમાં વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આનું મુખ્ય કારણ તે હતું કે મોટે ભાગે પર્યટકો વાયા દિલ્હી અહીંયા આવશે, જ્યાં આ મહામારીના કેસોમાં સતત ભયભીત કરનાર વધારો થઈ રહ્યો છે. પર્યટન ઉદ્યોગને એક વળાંકની આશા હતી, જે હવે નિરાશ થઈ ગયા છે. હોટલો, રેસ્ટોરન્ટ્સ અને એમ્પોરિયમને ૨૫ માર્ચથી બંધ કરી દેવામાં આવેલ છે. જેના પરિણામે આવકમાં નુકસાન અને ઘટાડો નોંધવામાં આવ્યો છે. અને ગાઈડ, ફોટોગ્રાફરો અને ટેક્સી ડ્રાઈવરો બેરોજગાર થઈ ગયા છે. અધિકારીઓએ આ પણ નોંધ્યું કે, ટ્રેન અને વિમાનના અવર-જવરની ગેરહાજરીમાં ઘણા પર્યટકો મોટે ભાગે આગ્રા પહોંચી શકશે નહીં. આ દરમિયાન રવિવારે મોડી સાંજ સુધી કોવિડ-૧૯ના ૧૩ તાજા કેસો નોંધવામાં આવ્યા હતા. જેના કારણે ટેલીનો આંકડો ૧,૨૯૫ સુધી પહોંચી ગયો હતો. સાજા થઈ ચૂકેલા ડિસ્ચાર્જ દર્દીઓનો આંકડો ૧,૦૫૯ સુધી પહોંચી ગયો હતો. મૃત્યુઆંક ૯૦ ઉપર હતો. ૧૪૬ સક્રિય કેસો સામે આવ્યા છે. પુનઃ રિક્વરીરેટ નીચે જઈને ૮૧.૭૮ ટકા સુધી ગબડી ગયો હતો. અને કન્ટેઈન્મેન્ટ ઝોનનો કુલ આંકડો ૭૧ સુધી ઉછળી ગયો હતો.