(એજન્સી) ઓક્સફોર્ડ, તા.ર૩
પ્રખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટી કાનૂની ગૂંચવાડા વચ્ચે ઘેરાઈ ગઈ છે. કાનૂન સ્નાતકના વિદ્યાર્થી ફૈઝ સિદ્દીકીએ આધુનિક ઈતિહાસના અભ્યાસક્રમમાં અપૂરતી તાલીમને કારણે પોતાની કાનૂની કારકિર્દીમાં અસફળતાને આરોપસર ઓક્સફોર્ડ યુનિવર્સિટી પર ૧ મિલિયન પાઉન્ડનો દાવો માંડ્યો છે. સિદ્દીકે એવો દાવો કર્યો છે કે સેક્સ્યુલેટિક પર ફેકલ્ટી હોવાના કારણે તેનો ગ્રેડ ઘટી ગયો છે અને ઓક્સફોર્ડ પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. તેણે બેરેસન કોલેજમાં ભારતીય સ્પેશિયલ વિષયમાં અપૂરતી તાલીમનો આરોપ લગાવ્યો છે. સિદ્દીકીના વકીલે જણાવ્યું કે રઃ૧ના પ્રમાણમાં નોંધપાત્ર રીતે સિદ્દીકની આશા પર પાણી ફરી વળ્યું છે અને તે હતાશ થયો છે. વકીલે વધુમાં જણાવ્યું કે ઓક્સફોર્ડ યુનિ.એ તેના ખરાબ શિક્ષણ માટે સિદ્દીક પર આરોપ લગાવ્યો છે કે તે યુએસ અને યુકેમાં કાનૂની કારકિર્દી માટે સક્ષમ યોગ્યતા ધરાવતો નથી. ઓક્સફોર્ડ યુનિ.ના કાઉન્સિલર જુલિયન મિફર્ડ સિદ્દીકીની અસફળતા પાછળ ઓક્સફોર્ડની જવાબદારીના આરોપને નકારે છે. યુનિ. વર્ષ દરમિયાન કોઈ પણ વિષયમાં શિક્ષણ માટે સમાન ફીનું ધોરણ જાળવી રાખે છે. હાઈકોર્ટે યુનિવર્સિટીની જવાબદારી ચકાસવા ૭ દિવસીય સુનાવણી હાથ ધરી છે. જો સિદ્દીક એમાં સાચો સાબિત થાય તો યુનિ.એ તેને દાવાના રકમની ચૂકવણી કરવી પડશે.